ભચાઉમાં ઓનલાઇન ક્રિકેટ સટ્ટા કાંડનો પર્દાફાશ
૧ શખ્સ દબોચાચો ૪ ફરાર
જુગારના હિસાબની ઝડપાયેલી ડાયરીની કરો તટસ્થ તપાસ : ઘણુ બહાર આવશે
ગાંધીધામ : ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવાના હેતુથી પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે સફળ દરોડો પાડ્યો છે. તારીખ ૧૩/૦૫/૨૦૨૬ ના રોજ રાત્રે ૨૨ઃ૦૦ કલાકે ભચાઉના ફૂલવાડી વિસ્તારમાં આવેલ એક રહેણાંક મકાનની બહાર ઓટલા પર ખુલ્લી જગ્યામાં આઈ.પી.એલ. ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમાતો હોવાની વિગતો મળી હતી. પોલીસ ટીમે બાતમીવાળા સ્થળે દરોડો પાડતા આરોપી હરદેવસિંહ ચંદનસિંહ વાઘેલા (રહે. વર્ધમાનનગર, ભચાઉ) પોતાના મોબાઈલ ફોન દ્વારા આઈ.પી.એલ. ની ’રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ’ અને ’કોલકાતા નાઈટ રાઈડર્સ’ વચ્ચે રમાતી ક્રિકેટ મેચ પર ’ઝ્રઇઈઠ’ નામની એપ્લિકેશનના માધ્યમથી ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો રમી અને રમાડી રહ્યો હતો. પોલીસની રેઈડ દરમિયાન આ શખ્સ રંગેહાથ ઝડપાઈ ગયો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ ગુનામાં અન્ય ચાર શખ્સો પણ સામેલ છે, જેઓ દરોડા સમયે હાજર મળી આવ્યા ન હતા. આ બાબતે ભચાઉ પોલીસે ગુ. ર. નં ૧૧૯૯૩૦૦૪ ૨૬૦૪૪૫/ ૨૦૨૬ મુજબ જુગાર ધારા કલમ-૧૨(એ) હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
.............................
વોન્ટેડ આરોપીઓ
૧. પ્રવીણ મણકા (રહે. ભવાનીપુર, ભચાઉ) ૨. ભરતદાન ગઢવી (રહે. ભવાનીપુર, ભચાઉ) ૩. ગૌતમભાઈ અશોકભાઈ સોઢા (રહે. ભચાઉ) ૪.જીતુભાઈ મોહનભાઈ ઠક્કર (રહે. ભચાઉ)
......................
તપાસનીશ હવે આ મુદ્દે કરે ઊંડી છાનબીન
૧. મોબાઈલ અને એપ તપાસ ’CREX’ એપ્લિકેશનમાં આઈડી કોણે બનાવી આપી? મુખ્ય એડમિન કોણ છે? ૨. નાણાકીય લેવડ-દેવડ સટ્ટાના પૈસા કયા બેંક એકાઉન્ટ અથવા UPI દ્વારા ટ્રાન્સફર થતા હતા? ૩. હિસાબી ડાયરીનું વિશ્લેષણ જપ્ત કરેલી ડાયરીમાં અન્ય કયા ગ્રાહકો કે સટ્ટાબાજોના નામ અને રકમ લખેલી છે? ૪. નેટવર્ક અને કનેક્શન પકડાયેલ આરોપી હરદેવસિંહ અને ફરાર ચાર આરોપીઓ વચ્ચે શું સંબંધ છે? તેઓ કોના સંપર્કમાં હતા? ૫. ટેકનિકલ ડેટા આરોપીઓના છેલ્લા ૧૫ દિવસના કોલ ડિટેલ રેકોર્ડ
પરથી અન્ય કયા મોટા બુકીઓના નામ ખૂલે તેમ છે? ૬. સ્થળની તપાસ જે રહેણાંક મકાનની બહાર સટ્ટો રમાતો હતો, તે મકાન માલિકની આમાં શું ભૂમિકા છે?
.......................
જપ્ત કરાયેલ મુદ્દામાલ
ગાંધીધામ : (કુલ કિંમત રૂ. ૨૦,૧૦૦/-)ઃ OPPO કંપનીનો એન્ડ્રોઇડ મોબાઈલ ફોન (કિંમત રૂ. ૧૦,૦૦૦/-) HMD કંપનીનો કીપેડ વાળો સાદો મોબાઈલ ફોન (કિંમત રૂ. ૫૦૦/-) રોકડા રૂપિયા ૪,૬૦૦/- જુગારના હિસાબની ડાયરી (કિંમત રૂ. ૩૦૦/-) અને બોલપેન

Comments