Trending News
ક્રાઈમ

સામખિયાળીમાં જાહેરમાં જુગાર રમતા ૦૫ ઇસમોને રોકડ રકમ તથા મુદ્દામાલ સાથે ઝડપી પાડતી પોલીસ

14 May




સામખિયાળી - કચ્છઉદય : પૂર્વ-કચ્છ ગાંધીધામ પોલીસ અધિક્ષકશ્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ સામખિયાળી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા હાથ ધરાયેલ પેટ્રોલિંગ દરમિયાન, બાતમીના આધારે જુગાર રમી રહેલા શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. તા. ૧૩/૦૫/૨૦૨૬ના રોજ સામખિયાળી પોલીસ સ્ટેશનના સ્ટાફને મળેલ ખાનગી બાતમીના આધારે, પોલીસ સ્ટેશનથી દક્ષિણે આશરે ૨ કિ.મી. દૂર 
પ્રજાપતિ સમાજ વાડીની બાજુમાં આવેલી જાહેર ખુલ્લી જગ્યામાં રેડ કરવામાં આવી હતી. આ સ્થળે કેટલાક ઇસમો ગંજીપાના વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા હોવાનું 
જણાયું હતું. આ બાબતે પકડાયેલ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ-૧૨ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં સામખિયાળી પોલીસ 
સ્ટેશનના એ.એસ.આઈ. જીગ્નેશભાઈ લક્ષ્મણભાઈ, એ.એસ.આઈ. ટી.એન. ચૌહાણ, પોલીસ કોન્સ્ટેબલ મેસુરભાઈ રૂડાભાઈ (બ.નં. ૧૫૪૭) તથા પોલીસ સ્ટાફના માણસો જોડાયા હતા.
.........................

પકડાયેલ આરોપીઓ
રેડ દરમિયાન ૦૫ ઇસમો જુગાર રમતા મળી આવ્યા હતા. ૧.જ

ગદીશભાઈ રવજીલાલ પ્રજાપતિ (ઉં.વ. ૫૨), રહે. સામખિયાળી, તા. ભચાઉ. ૨. પિયુષ રેવાશંકર મહારાજ (ઉં.વ. ૩૨), રહે. સામખિયાળી, તા. ભચાઉ. ૩. પચાણભાઈ રૂપાભાઈ પ્રજાપતિ (ઉં.વ. ૭૫), રહે. શાંતિનગર પ્લોટ, સામખિયાળી. ૪.
મેપાભાઈ ફરજીભાઈ પ્રજાપતિ (ઉં.વ. ૭૧), રહે. શાંતિનગર પ્લોટ, સામખિયાળી. ૫. પ્રેમજીભાઈ વેલજીભાઈ પ્રજાપતિ (ઉં.વ. ૬૨), રહે. મહેસાણાનગર, સામખિયાળી.

Comments

COMMENT / REPLY FROM