Trending News
સ્થાનિક સમાચાર

વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણીના ભાગરૂપે, કલાઇમેન્ટ ચેન્જ અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

13 May




ભુજ - કચ્છઉદય : ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય, તેમજ  ગુજરાત સરકારના ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ)ના સહયોગથી, ધી ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી સંચાલિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા  ભુજ ખાતે વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણીના ભાગરૂપે, આબોહવા પરિવર્તન અને ટકાઉપણુ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ અને જનરલ પબ્લિકમાં કલાઈમેન્ટ ચેન્જ, પર્યાવરણ સરક્ષણ, ગ્રીન એનર્જી, સ્સ્ટેનેબીલીટી તથા સિંગલ યુઝ પ્લાસ્ટિકના નિવારણ અંગે વૈજ્ઞાનિક જાગૃતિ ફેલાવવાના ઉદેશ્યથી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
કાર્યક્રમની શરૂઆત પર્યાવરણ જાગૃતિની માનવ સાંકળ રેલી દ્વારા કરવામાં આવી હતી. જેમાં રીજનલ સાયન્સ સેન્ટરના ડાયરેક્ટર વિરલ પરમાર, કુલદીપસિંહ સંધા, મધુલિકા જોશી, આચાર્ય એચ.જી.એસ. સ્કુલ ભુજોડી, જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના કો- ઓર્ડીનેટર પ્રવીણ મહેશ્વરી, તુષાર હાથી, તેમજ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ચાલી રહેલા સમર કેમ્પમાં ઉપસ્થિત જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ તેમજ અન્ય પર્યાવરણ પ્રેમીઓ રેલીમાં જોડાયા હતા. પૃથ્વી દિવસ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ સ્પર્ધક દ્વારા પૃથ્વીના ના જતન અને પર્યાવરણ સરક્ષણ માટે સામુહિક સપથ લેવામાં આવ્યા હતા. તજજ્ઞો દ્વારા આબોહવા પરિવર્તન, સિંગલ યુઝ પ્લાસ્ટિક, પ્રદુષણ, એમઓઈએસની હવામાન માહિતી એપ્લીકેશન અંગે માર્ગદર્શન આપવામાં આવેલ. સાથે ચિત્ર, પોસ્ટર મેકિંગ, નિબંધ, સ્લોગન સ્પર્ધા અને સૌર ઉર્જા - પવન ઉર્જા પ્રણાલી પર મોડેલ મેકિંગ સ્પર્ધા યોજવામાં આવી હતી. નિર્ણાયક તરીકે જીજ્ઞાબેન એસ. જોષી, ભૂમીબેન ગોસ્વામીએ સેવા આપી હતી. સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ અને પ્રમાણપત્ર  તેમજ ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર આપવામાં આવેલ. કાર્યક્રમમાં જયશ્રીબેન ચોહાણ, નિવૃત રેંજ ફોરેસ્ટ ઓફિસર એ.એ. સમા વગેરે ઉપસ્થિત રહ્યા હતા, વ્યવસ્થા રાકેશ ભદ્રુ અને  રાઘવ પરમારે સંભાળી હતી. 
-------

 

Comments

COMMENT / REPLY FROM