Trending News
શિક્ષણ સમાચાર

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટીને લગતા પ્રશ્નો અંગે રજૂઆત કરાઈ 

13 May



ભુજ - કચ્છઉદય : અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા કચ્છ યુનિવર્સિટી ખાતે આવેદનપત્ર આપીને વિવિધ માંગણીઓ કરવામાં આવી હતી. 
કચ્છ યુનિવર્સિટી કુલપતિ અને કુલસચિવ સમક્ષ યુનિવર્સિટીના વિવિધ સ્વનિર્ભર ડિપાર્ટમેન્ટ જેવા કે એમ.એ ઇતિહાસ,એમ.એ મનોવિજ્ઞાન, એમ.એસ.ડબલ્યુ, એમ.પી.એ, એલ.એલ.એમ, આઈ.ટી વગેરે સ્વનિર્ભરમાંથી અનુદાનિત માળખામાં પરિવર્તન કરવા અને વિદ્યાર્થીઓની ફીમાં ઘટાડો કરવા, યુનિવર્સિટી સ્લગ્ન તમામ સરકારી, ગ્રાન્ટીનેટ અને સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં કોલેજનું ચોથું વર્ષ શરૂ કરવા, ફાઈનલ વર્ષના વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાનું આયોજન કરવા, એક્સ્ટનલ કોર્ષની ફી ખૂબ વધુ ઉઘરાવવામાં આવે છે પરંતુ કોઈ મટીરિયલ કે કોઈ જ પ્રકારની માહિતી યુનિવર્સિટી તંત્ર દ્વારા આપવામાં આવતી નથી આથી ફી ઘટાડવામાં આવે અને વિધાર્થીઓને પૂરતું માગર્દર્શન પરૂ પાડવા, યુનિવર્સિટીના ઘણા કોર્સના પરિણામો જાહેર થયેલ નથી તે સત્વરે જાહેર કરવા રજુઆત કરી હતી.
આ રજુઆતની વધુમાં જણાવાયુ હતું કે, ઘણા લાંબા સમયથી વિધાર્થીઓના પરિણામો આવી ગયા છતાં તેમણે પરિણામની હાડકોપી કે માર્કશીટ આપવામાં આવી નથી આથી તે સત્વરે વિધાર્થીઓ સુધી પહોચતી કરવા સહિતની માંગણી કરવામાં આવી હતી. વિદ્યાર્થી પરિષદની આ માંગ સ્વીકારવામાં નહીં આવે અને પૂરતી કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં એબીવીપી દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે જે તમામ જવાબદારી યુનિવર્સિટી વ્યવસ્થા તંત્રની રહેશે તેવી રજૂઆત કરવામાં આવી હતી. આ વેળાએ અભાવિપ કચ્છ વિભાગ સંયોજક જયભાઈ આહિર, પશ્ચિમ કચ્છ જિલ્લા સંયોજક શૈલેષભાઈ પરમાર, સહ સંયોજક મિતભાઈ દરજી, પૂર્વ કચ્છ જિલ્લા સંયોજક સુનિલભાઈ આહિર, સહ સંયોજક આશુતોષભાઈ ગઢવી, યુનિવર્સિટી અધ્યક્ષ મહીપાલસિંહ જાડેજા સહિત સૌ વિધાર્થી કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા.
-----

Comments

COMMENT / REPLY FROM