Trending News

બારડોલી સુગરની ચૂંટણીમાં મોટો ઉલટફેરઃ પરિવર્તન પેન...

કચ્છમાં આઈટીની ટુકડી ત્રાટકી? ગાંધીધામ-મુંદરામાં પ...

પૂર્વ કચ્છ એલ.સી.બી.નો સપાટોઃ ભચાઉ અને ગાંધીધામમાં...

પર્યાવરણને બચાવવા કચ્છના યુવાનો આગળ આવે : અરજણ કાન...

ભુખી નદીમાં પ્રોજેક્ટના આંચળા હેઠળ અબજોની રેતીચોરી...

સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારિયાએ માતાનામઢ શિવાલય...

ભુજમાં સંગીતમય પ્રભુનેમિનાથ જન્મકલ્યાણકની ઉજવણી તથ...

મુન્દ્રાના ખારેક સંશોધન કેન્દ્ર ખાતે ૮૦માં સ્વાતંત...

માધાપર ખાતે આરોગ્ય કર્મચારીઓને વાહકજન્ય રોગ નિયંત્...

ભચાઉના વિભાગીય સંશોધન કેન્દ્ર ખાતે એક દિવસીય ખેડૂત...

ગુજરાતમાં પ્રથમ વખત યોજાયું ‘બેટી બચાવો બેટી પઢાવો...

કવિ કલા વૃંદ સાહિત્ય સંસ્થાની બેઠક યોજાઈ

રમત જગત

સાંસદ ડે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ૧૦માં દિવસે ૨૪ ટીમોએ ભાગ લીધો 

13 May



ભુજ - કચ્છઉદય : જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે કચ્છ લોકસભા તેમજ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ઓપન ડે નાઈટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન -૪ના ૧૦માં દિવસે ૧૨ ટીમો અને મીરઝાપર ખાતે પણ ૧૨ ટીમો વચ્ચે મેચો રમાઈ હતી. 
સાંસદે જણાવ્યું હતું કે, ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. અને ખેલ રસિકો ઉપસ્થિત રહી તેમને પ્રોત્સાહન આપી રહ્યા છે. દરરોજ જિલ્લાના જનપ્રતિનિધિઓ, અધિકારી વર્ગ, શુભેચ્છકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. ૪૦૦ થી વધુ ટીમોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. કચ્છ, મોરબી માળીયા ની ટીમો આ સ્પર્ધાત્મક ક્રિકેટ મેચમાં ભાગ લઈ રહ્યા છે.  દસમા દિવસની જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે રમાતી ક્રિકેટ મેચમાં પ્રથમ મેચ ઓધવ સ્ટાર્સ ભુજ અને જદુરા ઇલેવન વચ્ચે રમાઇ બીજી મેચ પાવર હીટર ભુજ અને વિશ્વકર્મા ઇલેવન આદિપુર વચ્ચે રમાઇ, ત્રીજી મેચ બ્લૂ ડાયમંડ ઇલેવન ખોખરા અને અરમાન ઓટો ઇલેવન ભુજ વચ્ચે રમાઇ હતી. ચોથી મેચ યંગસ્ટાર ઇલેવન ભુજ અને કસુંબી ઇલેવન વચ્ચે રમાઇ, પાંચમી મેચ કિસ્મત ઇલેવન ખીરસરા અને જય માતાજી ઇલેવન ભુજપુર વચ્ચે રમાઇ, છઠ્ઠી મેચ ઓધવબાગ ઇલેવન માધાપર અને જય ગોગા ઇલેવન ભુજ વચ્ચે રમાઇ હતી. મેચ વ્યવસ્થા કુલદીપસિંહ જાડેજા દ્વારા થઈ હતી. આ મેચો દરમ્યાન ખેલાડીઓને પ્રોત્સાહન આપવા જુરી કમિટીના સભ્યો હાજર રહી પ્રોત્સાહન આપતા રહે છે.
મીરજાપર ગ્રાઉન્ડ ખાતે રમાતી ક્રિકેટ મેચમાં આઠમ દિવસની પ્રથમ મેચ આશાપુરા ઇલેવન અને અલખધણી ઇલેવન ધાણેટી વચ્ચે રમાઇ, બીજી મેચ શિવશક્તિ ઇલેવન સલાયા અને બાપા સીતારામ ઇલેવન વચ્ચે રમાઇ, ત્રીજી મેચ વીર ભકતસિંહ ઇલેવન અને કચ્છ આર્ટ વચ્ચે રમાઇ હતી. ચોથી મેચ એસબી ઇલેવન ભુજ અને રતીયા ઇલેવન વચ્ચે રમાઇ હતી. પાંચમી મેચ દક્ષ ઇલેવન ખારોઈ અને શિવ ઇલેવન અંજાર વચ્ચે રમાઇ છઠ્ઠી મેચ વર્ધમાન ઇલેવન અને પોલીસ હેડ ક્વાટર્સ ઇલેવન ભુજ વચ્ચે રમાઇ હતી.
-----

Comments

COMMENT / REPLY FROM