Trending News
સ્થાનિક સમાચાર

માતાથી છૂટું પડેલ ૭ વર્ષીય બાળકને જનરક્ષક ટીમે શોધી તેના પરિવારને સુરક્ષિત સોપ્યું

13 May



ગાંધીધામ - કચ્છઉદય : બી ડિવિઝન વિસ્તારમાં ફરજ બજાવતી ૧૧૨ જનરક્ષક ટીમ એક ઇમરજન્સી કેસ પૂર્ણ કરી પરત ફરી રહી હતી, ત્યારે રસ્તા પર ઉભેલા આશરે ૭ વર્ષના બાળક બાદલે હાથ ઊંચો કરી ટીમને રોકી મદદ માંગી હતી. બાળક ગભરાયેલ હાલતમાં હતો અને તેણે જણાવ્યું હતું કે તે ભુજનો રહેવાસી છે તથા પોતાની બહેનના ઘરે ગાંધીધામ આવ્યો હતો, પરંતુ તેને સરનામું યાદ ન હતું. પરિસ્થિતિની ગંભીરતા સમજી ટીમના ઇન્ચાર્જ લક્ષ્મણભાઈ ખાભલા અને ડ્રાઈવર વિનોદ દડેચાએ તાત્કાલિક બાળકને વિશ્વાસમાં લઈ જીઆઈડીસી વિસ્તારમાં તપાસ શરૂ કરી હતી. સતત શોધખોળ બાદ બાળકની બહેન ગુલસામબેનનો સંપર્ક સાંધવામાં સફળતા મળી હતી. પરિવારજનોએ જણાવ્યું હતું કે, તેઓ સવારથી બાળકને શોધી રહ્યા હતા અને ખૂબ ચિંતિત હતા. અંતે ૧૧૨ જનરક્ષક ટીમે બાળકને સુરક્ષિત રીતે પરિવારને સોંપતા પરિવારજનોએ ટીમનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. ૧૧૨ જનરક્ષક ટીમની માનવતાભરી કામગીરી અને સતર્કતાને સ્થાનિકોમાંથી પ્રશંસા મળી રહી છે.
-------

Comments

COMMENT / REPLY FROM