Trending News
રમત જગત

આંતર જિલ્લા ટી-ર૦ ક્રિકેટ ટૂર્નામેન્ટ સેમીફાઈનલ મેચમાં ગીર સોમનાથ સામે ભુજની જીત 

13 May




ભુજ સિનિયર ટીમની ૪૧ રનથી જીત : પ્લેયર ઓફ ધ મેચ ધ્રુવ ગોસ્વામીના ૫૨ બોલમાં ૧૧૨ નોટ આઉટ રન

ભુજ - કચ્છઉદય : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિયેશન આયોજીત આંતર જીલ્લા ટી-૨૦ ક્રિકેટ ટૂર્નામેન્ટની પોરબંદર ખાતે રમાયેલી સેમિ ફાઈનલ મેચમાં ભુજ ટીમની ગીર સોમનાથ ટીમ સામે ૪૧ રનથી શાનદાર જીત થઈ હતી.
ટોસ જીતીને ગીર સોમનાથ ટીમએ કચ્છ ભુજ ટીમને પ્રથમ બેટિંગ કરવા માટે આમંત્રિત કરી હતી. કેસીએની શરૂઆત ખરાબ રહી હતી અને તેના બંને ઓપનર માત્ર ૧૫ રનના સ્કોર ઉપર આઉટ થયા હતા, પરંતુ ત્યારબાદ બેટિંગમાં આવેલા ધ્રુવ ગોસ્વામી અને હિરેન કેરાઈ વચ્ચે ત્રીજી વિકેટ માટે ૧૧૬ રનની ભાગીદારી માત્ર ૧૨ ઓવરમાં થઈ હતી. હિરેન કેરાઈએ સુંદર બેટિંગ કરતાં ૩૯ દડામાં ૬ બાઉન્ડ્રી અને ૧ સિક્સની મદદથી ૫૨ રન કર્યા હતા. એક છેડેથી જામી ગયેલા ધ્રુવ ગોસ્વામીએ મેદાનની ચારે બાજુ શોટ્‌સ રમીને ૮ બાઉન્ડ્રી અને ૮ સિક્સની મદદથી માત્ર ૫૨ દડામાં ૧૧૨ રન નોટ આઉટ કર્યા હતા, આમ ભુજ ટીમનો સ્કોર ૨૦ ઓવરમાં ૪ વિકેટના નુકશાને ૨૦૨ રન થયો હતો. બીજી ઇનિંગમાં રનનો પીછો કરવા ઉતરેલ ગીર સોમનાથ ટીમ ૨૦ ઓવરમાં ૬ વિકેટના નુકશાને ૧૬૧ રન સુધી સિમિત રહેતાં ભુજ ટીમની ૪૧ રનથી શાનદાર જીત થઈ હતી. ગીર સોમનાથ વતી મકાસણા મંગલદીપએ ૫૧ રન કર્યા હતા. ભુજ વતી જયદીપ જોશીને ૨ વિકેટ તેમજ ધ્રુવમ પટેલ, રાજેન્દ્રસિંહ સોઢા, માહેશ્વરી સાવન,વિશાલ જોગીને ૧ - ૧ વિકેટ મળી હતી.
વર્ષે જય હિન્દ ટ્રોફી બાદ આંતર જીલ્લા ટી-્‌૨૦ ટૂર્નામેન્ટની પણ સેમીફાઈનલ મેચ જીતીને ભુજ ટીમ ટોપ ૨ ટીમમાં સામેલ થતાં આવતા વર્ષ માટે ઈલાઈટ ગ્રુપ માટે ક્વોલીફાય થઈ ગઈ હતી. ટીમને કચ્છ ક્રિકેટ એસોશિયેશનના હોદ્દેદારો તેમજ સિલેક્ટરોએ જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા અને આવતી મેચ માટે શુભેચ્છા પાઠવી હતી. ટીમ મેનેજર તરીકે અમિતભાઈ રાઠોડ અને કોચ તરીકે મહેશભાઈ પંડ્યા સેવા આપી હતી.
---

Comments

COMMENT / REPLY FROM