Trending News
સ્થાનિક સમાચાર

અંજાર આરટીઓ દ્વારા પસંદગીના નંબર માટેની ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝનું રી-ઓક્શન કરાશે

13 May


ભુજ - કચ્છઉદય : પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, અંજારની અખબારી યાદી મુજબ ટુ-વ્હીલર, ફોર તથા  થ્રી વ્હીલર, એલ.એમ.વી. કાર અને ટ્રાન્સપોર્ટ  વાહનોમાં અગાઉની બાકી રહેલા ગોલ્ડન, સિલ્વર નંબરોનું રી-ઓક્શન શરૂ કરવામાં આવનારું છે. ઓનલાઇન અરજી ૨૦-૫, સાંજે ૪ કલાકે શરૂ થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૨-૫ના ૪ કલાક સુધી રહેશે. ઇ-ઓક્શનની શરૂઆત ૨૨-૫ના સાંજે ૪ કલાક સુધી, ઇ-ઓકશન સમાપ્ત તારીખ ૨૪-૫ના સાંજે ૪ કલાક સુધી કરવામાં આવશે. સુવર્ણ - ગોલ્ડન નંબર ફીના દર ટુ- વ્હીલરના ૮૦૦૦, અન્ય વાહનોના રૂ.૪૦૦૦૦, રજત - સીલ્વર નંબર ફીના દર ટુ-વ્હીલરના ૩૫૦૦ તથા અન્ય વાહનો માટે રૂ.૧૫૦૦૦ રહેશે. જ્યારે અન્ય નંજરમાં ૨ વ્હીલરમાં રૂ.૨૦૦૦ તથા અન્યમાં ૮૦૦૦ ફી રહેશે. પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવીને પસંદગીના નંબર મેળવવા વેબસાઈટ પર અરજી કરવાની રહેશે.
-------

Comments

COMMENT / REPLY FROM