ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસની મોટી કાર્યવાહીઃ ફિલ્મી ઢબે પીછો કરી દારૂ ભરેલી સ્કોર્પિયો ઝડપી પાડી
ગાંધીધામ : પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર અને સરહદી રેન્જ આઈ.જી. શ્રી ચિરાગ કોડીયા દ્વારા પ્રોહિબિશન અને જુગારની બદીને નાબૂદ કરવા આપેલી કડક સૂચનાઓને પગલે ગાંધીધામ પોલીસને મોટી સફળતા મળી છે. ગાંધીધામ હાઈવે વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન સર્વેલન્સ સ્ટાફ દ્વારા વિદેશી દારૂનો જથ્થો ભરેલી સ્કોર્પિયો કાર ઝડપી લેવામાં આવી છે.ગાંધીધામ "બી" ડિવિઝન પોલીસના સર્વેલન્સ સ્ટાફને ખાનગી બાતમી મળી હતી કે, ભરતદાન ગઢવી (રહે. ગાંધીધામ) નામનો શખ્સ કાળા કલરની સ્કોર્પિયો કારમાં કાર્ગો સર્વિસ રોડથી ગુડસાઈડ તરફ દારૂનો જથ્થો લઈને આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ કાર ચાલકે વાહન ઉભું રાખવાને બદલે ભચાઉ હાઈવે તરફ ભગાડ્યું હતું.પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા આરોપીએ એ.વી.જોષી પુલ નીચે થઈને લક્ષ્મી બેન્સા પાસે કાર મૂકીને નાસી છૂટ્યો હતો. પોલીસે કારની તલાશી લેતા તેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો.આ સફળ કામગીરી ઇન્ચાર્જ ડીવાયએસપી શ્રી ડી.આર. ભાટીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ્પેક્ટર એસ.વી. ગોજીયા, પી.એસ.આઈ. એલ.એન. વાઢીયા, એન.બી. બાંમ્ભા તથા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી. પોલીસે ફરાર આરોપી ભરતદાન ગઢવી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
.........
કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલઃ
પોલીસે સ્થળ પરથી કુલ રૂ. ૯,૦૮,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, ૮ પી.એમ. સ્પેશીયલ વ્હિસ્કીઃ ૧૮૦ એમ.એલ.ની ૬૭૨ બોટલો (કિંમત રૂ. ૮૪,૦૦૦/-) ગ્રીન લેબલ વ્હિસ્કીઃ ૧૮૦ એમ.એલ.ની ૧૯૨ બોટલો (કિંમત રૂ. ૨૪,૦૦૦/-) સ્કોર્પિયો કારઃ (GJ-39-CB-8661), કિંમત રૂ. ૮,૦૦,૦૦૦/-)
......

Comments