Trending News
ક્રાઈમ

અંજારના વરસામેડી ગામે યુવકનું  અકસ્માત મોત : પોલીસ દ્વારા તપાસ શરૂ

13 May




અંજાર : અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વરસામેડી ગામે એક યુવકના અકસ્માત મોતના બનાવની વિગત પ્રાપ્ત થઈ છે. તા. ૧૨/૦૫/૨૦૨૬ ના રોજ સાંજે ૧૯ઃ૦૦ વાગ્યા પહેલાના કોઈ પણ સમયે, વરસામેડીમાં દામોદર રાય મંદિરની બાજુમાં પ્રમોદ મહેશરાય (ઉં.વ. ૩૫, રહે. રવેચીધામ, વરસામેડી, અંજાર) નામનો યુવાન કોઈ અગમ્ય કારણોસર મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ બનાવ અંગે અંજાર સી.એચ.સી. હોસ્પિટલના ડો. શ્રી હરસુખ મલુકાની દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. મૃતકની લાશને પીએમ અર્થે અંજાર સી.એચ.સી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. આ મામલે પોલીસે અ.મોત નં. ૫૩/૨૦૨૬, BNSS કલમ ૧૯૪ મુજબ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક યુવક રવેચીધામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગેની પ્રાથમિક તપાસ એ.એસ.આઈ. કિશોરભાઈ ડોડીયા દ્વારા કરવામાં આવી હતી, જ્યારે આ કેસની વધુ તપાસ પો.સબ.ઈન્સ. શ્રી સી.એમ. ચૌધરી ચલાવી રહ્યા છે. મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ દ્વારા મામલતદાર શ્રી અંજારને ઇન્કવેસ્ટ ભરવા માટેની યાદી મોકલી આપવામાં આવી છે.

 

Comments

COMMENT / REPLY FROM