ટાગોર રોડ પર જમ્પર હટાવ્યા બાદ વધુ એક જીવલેણ અકસ્માત : લોકોમાં રોષ
ગાંધીધામ :ગાંધીધામના ટાગોર રોડ વિસ્તારમાં જમ્પર હટાવાયા બાદ વધુ એક ગંભીર અકસ્માત સર્જાતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. મળતી માહિતી મુજબ ડો. હેમાંગ પટેલ સામે છકડા અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક્ટિવા પાછળ બેઠેલ ૭૨ વર્ષીય પદમા કેશવાણી નામની મહિલાનું દુખદ મોત નીપજ્યું હતું. ઘટનાને લઈને સ્થાનિકોમાં ટ્રાફિક વ્યવસ્થા અને સુરક્ષાને લઈને પ્રશ્નો ઉઠી રહ્યા છે. સમગ્ર મામલે બી ડિવિઝન
પોલીસે તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

Comments