Trending News
સ્થાનિક સમાચાર

કચ્છના વહીવટી વડાઓની બદલીઃ  પ્રશંસનીય કામગીરી સાથે નવી નિમણૂકો જાહેર

13 May

લેકટર ડો. આનંદ પટેલ-ગાંધીધામ મ્યુ.કમિશ્નર ગુરવાણીની બદલી મનિષ ગુરવાણી નવસારીના કલેક્ટર બન્યા : કલેક્ટર આનંદ પટેલની ગાંધીનગર ખાતે નિમણુક 





કચ્છમાં કલેક્ટર તરીકે અનિલકુમાર રણવાસિયાની નિમણૂક : વડોદરા શહેરી વિકાસ સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારી તરીકે કાર્યરત બી.ડી. દવેરા ગાંધીધામ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત



ગાંધીધામ : ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્યના વહીવટી તંત્રમાં મોટાપાયે ફેરફાર કરતા ૭૨ જેટલા ૈંછજી અધિકારીઓની બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. આ પ્રક્રિયાના ભાગરૂપે કચ્છ જિલ્લાના કલેક્ટર અને ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનરની પણ બદલી કરવામાં આવી છે, જેઓ પોતાની ઉત્કૃષ્ટ સેવાઓ બાદ હવે નવી જવાબદારીઓ સંભાળશે.કચ્છ જિલ્લા કલેક્ટર તરીકે કાર્યરત શ્રી આનંદ પટેલની બદલી ગાંધીનગર ખાતે ‘કમિશનર ઓફ સ્કૂલ્સ’ તરીકે કરવામાં આવી છે. કચ્છ જેવા ભૌગોલિક રીતે વિશાળ અને સરહદી જિલ્લામાં આનંદ 
પટેલે પોતાની આગવી સૂઝબૂઝથી અનેક લોકઉપયોગી કાર્યો કર્યા છે. ખાસ કરીને મહેસૂલી પ્રશ્નોના નિરાકરણ, સરકારી યોજનાઓનું છેવાડાના માનવી સુધી અમલીકરણ અને જિલ્લાના વિકાસ કાર્યોમાં ગતિ લાવવા માટે તેમની કામગીરી પ્રશંસનીય રહી છે. હવે તેમના સ્થાને જૂનાગઢના કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયા કચ્છના નવા કલેક્ટર તરીકે પદભાર સંભાળશે.ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા શ્રી મનિષ ગુરવાણીની બદલી નવસારી જિલ્લાના કલેક્ટર તરીકે કરવામાં આવી છે. ગાંધીધામના મ્યુનિસિપલ કમિશનર તરીકેના તેમના ટૂંકા 
પરંતુ પ્રભાવશાળી કાર્યકાળ દરમિયાન શહેરની માળખાકીય સુવિધાઓ, સ્વચ્છતા અભિયાન અને વહીવટી સુધારાઓમાં તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે. તેમની વહીવટી ક્ષમતાને ધ્યાને રાખીને સરકાર દ્વારા તેમને હવે નવસારી જિલ્લાની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલા આ આદેશો મુજબ રાજ્યના વહીવટી માળખાને વધુ સુદ્રઢ બનાવવા માટે એકસાથે ૭૨ ૈંછજી અધિકારીઓની બદલી કરવામાં આવી છે. કચ્છના બંને અધિકારીઓની બદલી તેમની સારી કામગીરી અને અનુભવને ધ્યાને રાખીને વધુ મહત્વના હોદ્દાઓ પર કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. આગામી દિવસોમાં નવા નિમણૂક પામેલા અધિકારીઓ પોતાનો કાર્યભાર સંભાળી જિલ્લાના વિકાસને નવી દિશા આપશે.

.........

મનીષ ગુરુવાણીના નેતૃત્વમાં ગાંધીધામના વિકાસને મળી નવીગતિ

શ્રી ગુરવાણીની બદલીથી ગાંધીધામ સંકુલને મોટું નુકસાન : સમગ્ર સંકુલના વિકાસ માટે શ્રી ગુરવાણીની સમતોલ કામગીરી રહી છે પ્રસંસનીય : કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના તેઓએ કરેલી દબાણ હટાવની કાર્યવાહી કાબીલેદાદ રહી : જયાં એક સમયે પોલીસ દબાણ દુર કરવા જતી તો પથ્થરમારાનો ભોગ બની ચુકી છે તેવી સંવેદનશીલ જગ્યાએ કોઈ પણ પ્રકારના તણાવ વિના શ્રી ગુરવાણીના 
નેતૃત્વમાં દબાણો થયા સરળતાથી દુર : સરકારમાંથી સંકુલને માટે શ્રી ગુરવાણી જાત રસ દાખવીને લાવ્યા અભૂતપૂર્વ ગ્રાન્ટ : ડીપીએ-કંડલા જેવા સહયોગીઓ પાસેથી શ્રી ગુરવાણીએ મેળવ્યું અદભુત સીએસઆર ફંડ : સંકુલને માટે જરૂરી જમીન મેળવવાની પણ શ્રી ગુરવાણીએ કરી નિતીવીષયક કાર્યવાહી

પારદર્શક અને લોકાભિમુખ વહીવટની શ્રી ગુરવાણીએ ઉભી કરી અનોખી છબી : ભ્રષ્ટાચારીઓ અથવા તો ભ્રષ્ટાચારીઓની ભલામણ કરવા જનારાઓ તેમનાકાર્યકાળ દરમ્યાન થર થર કાપતા રહ્યા હતા..


ગાંધીધામ સંકુલને દબાણમુકત બનાવવુ, કલીન ગાંધીધામ-ગ્રીન ગાંધીધામ બનાવુ, :  માર્ગ અને વાહનવ્યવહારમાં સુધારા, સ્વચ્છતા અભિયાન અને ગાર્બેજ મેનેજમેન્ટમાં ‘ક્લીન ગાંધીધામ‘ના સંકલ્પ,  શહેરી સુખ-સુવિધા અને બ્યુટિફિકેશન ક્ષેત્રશ્રી ગુરવાણીનું રહ્યુ ચાવીરૂપ યોગદાન



ગાંધીધામઃ ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ મનીષ ગુરુવાણી દ્વારા શહેરના માળખાગત વિકાસ, સ્વચ્છતા અને જનસુખાકારી માટે લેવામાં આવેલા ત્વરિત નિર્ણયો હવે જમીન સ્તરે દેખાઈ રહ્યા છે. શાસનિક કાર્યદક્ષતા અને પ્રજાલક્ષી અભિગમને કારણે માત્ર ગણતરીના સમયમાં જ ગાંધીધામની કાયાપલટ કરવાની દિશામાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે.
?મુખ્ય વિકાસલક્ષી સિદ્ધિઓ પર એક નજર કરીએ તો માર્ગ અને વાહનવ્યવહારમાં સુધારાઓ કર્યા તેમાં શહેરના મુખ્ય માર્ગોનું નવીનીકરણ અને વર્ષોથી પેન્ડિંગ રહેલા રસ્તાઓના પેચવર્કની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી છે. ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે સર્કલ ડેવલપમેન્ટ અને રોડ વાઈડનિંગ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. સ્વચ્છતા અભિયાન અને ગાર્બેજ મેનેજમેન્ટમાં ‘ક્લીન ગાંધીધામ‘ના સંકલ્પ સાથે ડોર-ટુ-ડોર કલેક્શન સિસ્ટમને વધુ સુદ્રઢ બનાવવામાં આવી છે. શહેરના કચરાના નિકાલ માટે આધુનિક પ્લાન્ટ્‌સની કાર્યક્ષમતા વધારીને ગંદકીના હોટસ્પોટ્‌સ દૂર કરવામાં આવ્યા છે. ?પીવાના પાણી અને ડ્રેનેજ વ્યવસ્થામાં વધતી વસ્તીને ધ્યાનમાં રાખીને નવા વિસ્તારોમાં પાણીની પાઈપલાઈનનું નેટવર્ક વિસ્તૃત કરવામાં આવ્યું છે. ચોમાસા દરમિયાન ભરાતા પાણીની સમસ્યાના કાયમી નિકાલ માટે ડ્રેનેજ લાઈનોની સફાઈ અને નવીનીકરણની કામગીરીને પ્રાથમિકતા અપાઈ છે.શહેરી સુખ-સુવિધા અને બ્યુટિફિકેશન ક્ષેત્રમાં નાગરિકો માટે બગીચાઓનું રિનોવેશન, સ્ટ્રીટ લાઈટ્‌સનું આધુનિકીકરણ અને જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવા માટે સ્માર્ટ ડસ્ટબિન્સ જેવી સુવિધાઓ કાર્યરત કરવામાં આવી છે.પારદર્શક વહીવટ અને ટેકનોલોજી ક્ષેત્રમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીમાં પારદર્શિતા લાવવા માટે ઓનલાઈન ટેક્સ પેમેન્ટ અને ફરિયાદોના નિકાલ માટે ડિજિટલ પ્લેટફોર્મને વધુ સક્રિય બનાવ્યું છે, જેનાથી સામાન્ય જનતાના કામો ઝડપી બન્યા છે. “ગાંધીધામ એ કચ્છનું આર્થિક હૃદય છે. અમારો ઉદ્દેશ્ય નાગરિકોને આધુનિક સુવિધાઓ પૂરી પાડવાની સાથે શહેરને રહેવાલાયક અને પ્રદૂષણમુક્ત બનાવવાનો છે. આગામી સમયમાં વધુ પ્રોજેક્ટ્‌સ હાથ ધરીને ગાંધીધામને ગુજરાતના શ્રેષ્ઠ શહેરોની હરોળમાં લાવવા અમે કટિબદ્ધ છીએ. તેવુ તેમણે કાર્યભાર સંભાળતા જ ન માત્ર કહ્યુ પરંતુ તેમના ટુંકા કાર્યકાળ દરમ્યાન આ પ્રકારની કાર્યવાહી કરી દેખાડી હોવાનો અહેસાસ શહેરીજનો કરી રહ્યા છે.  મનીષ ગુરુવાણીની કાર્યપદ્ધતિ અને ટૂંકા સમયમાં દેખાયેલા પરિણામોને કારણે સ્થાનિક લોકો અને પ્રજામાં વહીવટી તંત્ર પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.

.........


કચ્છના લોકપ્રિય કલેક્ટર ડૉ. આનંદ પટેલનું ‘ઓપરેશન સિંદુર’થી લઈ સ્થાનિક સ્વ. ચૂંટણી તથા જિલ્લાના સર્વાંગી વિકાસ માટે રહ્યુ છે નોંધપાત્ર પ્રદાન


ડો. પટેલએ વહીવટી કુશળતા જ નહીં, પરંતુ માનવીય અભિગમ અને ટીમ વર્ક દ્વારા અનેક સીમાચિહ્નો સ્થાપિત કર્યા : શ્રી પટેલે પ્રશ્નોમાં ત્વરિત નિર્ણય લઈ ‘જનતાનો પ્રતિનિધિ’ હોવાનો અનેક વખત આપ્યો પુરાવો




ભૂજ સહિત સમગ્ર જિલ્લામાં જળસ્ત્રોતોનું સંવર્ધન કરીને તેમણે ધરતીના હૃદય સમાન તળાવોને નવજીવન આપ્યું છે જે પર્યાવરણના જતન માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

ડૉ. આનંદ પટેલે સ્થાપેલી વહીવટી ઊંચાઈ અને ‘ઓપરેશન સિંદુર’ જેવી કામગીરી કચ્છના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે.




ગાંધીધામ : ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી ૈંછજી અધિકારીઓની બદલીમાં કચ્છ કલેક્ટર ડૉ. આનંદ 
પટેલની ગાંધીનગર ખાતે ‘કમિશનર ઓફ સ્કૂલ્સ‘ તરીકે વરણી કરવામાં આવી છે. કચ્છમાં તેમના કાર્યકાળ દરમિયાન તેમણે માત્ર વહીવટી કુશળતા જ નહીં, પરંતુ માનવીય અભિગમ અને ટીમ વર્ક દ્વારા અનેક સીમાચિહ્નો સ્થાપિત કર્યા છે.નોધનીય છે કે, ડો. આનંદ પટેલ કચ્છમાં કાર્યભાર સંભાળતાની સાથે જ ભારત-પાકીસ્તાન વચ્ચે યુદ્ધ સમાન સ્થિતીનું નિર્માણ થયુ હતુ અને ઓપેરશન સિંદુર મારફતે ભારતે પાકીસ્તાનને તબાહ કરી દીધુ હતુ જેની સરહદી કચ્છ જિલ્લામાં પણ મોટી હલચલ સર્જાઈ હતી. આ વખતે 
‘ઓપરેશન સિંદુર’ને આપત્તિ વ્યવસ્થાપનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ડો. આનંદ પટેલે ટીમસ્વરૂપે કામ કર્યુ હતુ.  ડૉ. આનંદ પટેલના કાર્યકાળની સૌથી મોટી સફળતા ‘ઓપરેશન સિંદુર દરમિયાન જોવા મળી હતી. એક ટીમ લીડર તરીકે તેમણે પોલીસ, વહીવટી તંત્ર અને અન્ય સંસ્થાઓ સાથે સંકલન સાધીને અત્યંત પડકારજનક સ્થિતિમાં જે રીતે કામગીરી કરી, તે વહીવટી તંત્ર માટે એક યુદ્ધ સ્તરનું ઉદાહરણ પૂરું પાડે છે. તેમની આ કામગીરીને કારણે જ મોટી જાનહાની કે નુકસાન ટાળી શકાયું હતું.રમતગમત ક્ષેત્રે ઐતિહાસિક નિર્ણયો તાજેતરમાં જ લીધા છે. કચ્છના યુવાનોમાં રહેલી ખેલ પ્રતિભાને બહાર લાવવા માટે ડૉ. આનંદ પટેલે અભૂતપૂર્વ રસ દાખવ્યો હતો. વર્ષોથી લંબિત રમતગમતના મેદાનો અને સ્પોટ્‌ર્સ સંકુલ માટેની જમીન ફાળવણીની પ્રક્રિયાને તેમણે વેગ આપ્યો હતો.સરહદી જિલ્લાના અંતરિયાળ વિસ્તારના ખેલાડીઓને આધુનિક સુવિધાઓ મળે તે માટે તેમણે કરેલી ઐતિહાસિક કાર્યવાહી કચ્છના ખેલ જગતમાં વર્ષો સુધી યાદ રાખવામાં આવશે. મહેસૂલ અને જમીન સુધારણામાં યોગદાન પ્રસંશનીય રહ્યુ છે. તાજેતરમાં જ તેમણે જમીન સંબંધિત જટિલ પ્રશ્નોના નિરાકરણ માટે પારદર્શક નીતિ અપનાવી હતી. ખેડૂતો અને સામાન્ય નાગરિકોના જમીન ફેરબદલ, પ્રીમિયમ અને હક્ક પત્રકને લગતા પ્રશ્નોમાં ત્વરિત નિર્ણય લઈ ‘જનતાનો પ્રતિનિધિ’ હોવાનો પુરાવો આપ્યો હતો.સરકારી જમીનો પરના દબાણો દૂર કરવા અને સરકારી મિલકતોનું જતન કરવામાં તેમની કડક છબી અને ન્યાયી અભિગમ જોવા મળ્યો હતો. કચ્છના સાંસ્કૃતિક વારસાનું જતન હોય કે પ્રવાસન ક્ષેત્રે રણોત્સવનું સફળ આયોજન, ડૉ. આનંદ પટેલે હંમેશા એક કુશળ વહીવટકર્તાની ભૂમિકા ભજવી છે. સામાજિક ક્ષેત્રે શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓમાં સુધારો કરવા માટે તેમણે કરેલા સંશોધન અને ફિલ્ડ વિઝિટને કારણે સરકારી તંત્ર લોકોની વધુ નજીક આવ્યું છે. કચ્છના નવા કલેક્ટર તરીકે હવે શ્રી અનિલ રાણાવસિયા પદભાર સંભાળશે, પરંતુ ડૉ. આનંદ પટેલે સ્થાપેલી વહીવટી ઊંચાઈ અને ‘ઓપરેશન સિંદુર’ જેવી કામગીરી કચ્છના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે.
...........






 

Comments

COMMENT / REPLY FROM