ભચાઉના જૂનાવાડા બ્રિજ પાસે વંડામાં શોર્ટ સર્કિટથી આગ
ફાયર ટીમે રહેણાક મકાનોને સુરક્ષિત બચાવ્યા
ભચાઉ - કચ્છઉદય : ભચાઉના જૂનાવાડા બ્રિજ પાસે આવેલા એક વંડામાં આજે તારીખ ૧૨/૫ ના રોજ બપોરે ૧૨ વાગ્યાની આસપાસ શોર્ટ સર્કિટના કારણે ઝાડી-ઝાંખરામાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ ઘટના અંગેની જાણ ૧૧૨ નંબર પરથી મળતા જ ભચાઉ નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક હરકતમાં આવી ઘટના સ્થળે દોડી ગઈ હતી. આગની જ્વાળાઓ બાજુમાં આવેલા રહેણાક મકાનો સુધી પહોંચે તેમ હોવાથી પરિસ્થિતિ ગંભીર બની હતી. ફાયર ફાઈટરોએ તકેદારીના ભાગરૂપે સમગ્ર ભચાઉ શહેરનો વીજ પુરવઠો બંધ કરાવી સતત પાણીનો મારો ચલાવ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ સફળ કામગીરીમાં પ્રવીણ દાફડા, કુલદીપભાઈ અને શક્તિસિંહ જોડાયા હતા, જેમની સતર્કતાને કારણે મોટી જાનહાનિ અને માલહાનિ ટળી હતી.
---------

Comments