Trending News
ક્રાઈમ

સામખીયારી પોલીસે આધોઈના શાહુનગરમાં જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડ્યા

12 May


ગાંધીધામ : પૂર્વ કચ્છ પોલીસ વડાની સૂચના મુજબ પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ ડામી દેવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ હેઠળ, સામખીયારી પોલીસ સ્ટેશનની ટીમે આધોઈ ગામે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.સામખીયારી પોલીસ સ્ટાફના રવિન્દ્રસિંહ વાઘુભા જાડેજા અને તેમની ટીમને મળેલી બાતમીના આધારે, પોલીસ સ્ટેશનથી ૧૩ કિમી દૂર આધોઈ ગામના સેક્ટર-૬, શાહુનગર વિસ્તારમાં રેઇડ કરવામાં આવી હતી. આ સ્થળે કેટલાક ઈસમો જાહેરમાં 
ગંજીપાના વડે તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમી રહ્યા હતા. પોલીસને જોઈને નાસભાગ મચે તે પહેલા જ પોલીસે ઘેરો ઘાલી પાંચેય આરોપીઓને રંગેહાથ પકડી લીધા હતા.

.........................

ઝડપાયેલ આરોપીઓના નામ

૧. કેશવજી ખેતાભાઈ બારોટ (રહે. આદિપુર, મૂળ આધોઈ) ૨. પેથાભાઈ જીવાભાઈ ચાવડા (રહે. આધોઈ) ૩. ભીખાભાઈ દાનાભાઈ વાઘેલા (રહે. આધોઈ) ૪. સુરેશભાઈ વાલજીભાઈ ભાટ (રહે. આધોઈ)૫. ભરતભાઈ વજાભાઈ ગહેર (રહે. આધોઈ)


...............................

મુદ્દામાલની વિગત 

પોલીસે ઘટનાસ્થળેથી જુગારના પટ્ટમાંથી રોકડા રૂ. ૪,૫૦૦/- તથા ગંજીપાના નંગ-૫૨ જપ્ત કર્યા છે.

...................

કાયદેસરની કાર્યવાહી

આ પાંચેય આરોપીઓ વિરુદ્ધ સામખીયારી પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ-૧૨ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કેસની વધુ તપાસ એ.એસ.આઈ. શ્રી ટી.એન. ચૌહાણ ચલાવી રહ્યા છે.

Comments

COMMENT / REPLY FROM