લખપતના મુરચબાણ પટ્ટામાં ખનીજચોરોને મોકળુ મેદાન
પોલીસતંત્ર તથા ખાણખનિજ વિભાગે તાજેતરમાં જ કરેલી સંયુકત કાર્યવાહી બાદ ગણતરીના કલાકામોં ખનીજચોરો ફરી આવી ગયા પડમાં : હવે તો મોટું મશીન પણ કામે લગાડી દીધુ
ગાંધીધામ : કચ્છના પટાળમાં ખનીજની અદભુત કિમંતી સંપદા ધરબાયેલી છે. આ ખનીજમાથી સરકારને જેટલી આવક થવી જોઈએ તેનાથી તો અનેક ઘણી રોયલ્ટી ચોરી કરવામા આવતી હોય તેવા ઘટનાક્રમો સતત અહી સામે આવવા પામી રહ્યા છે.
છેવાડાના કચ્છમાં લખપત પટ્ટામાં હાલમાં જ તંત્રએ યા કાર્યવાહી કરી હતી તેવા મુરચબાણ વિસ્તારના પટ્ટામાં ફરીથી ગત રાતથી ખનીજચોરો મેદાનમાં આવી ગયા હોય તેવી ચર્ચાઓ તેજ બની જવા પામી ગઈ છે. આ મામલે ચર્ચાતી વધુ વિગતો અનુસાર મુરચબાણ વિસ્તારમાં ગઈકાલે ડમ્પરોના ધમધમાટની સાથે મોટુ મશીન પણ ઉતરી પડયું હોવાની ચર્ચા તેજ બની રહી છે. જો આમ હોય તો પછી શું આવા ખનીજચોરોને તંત્ર-કાયદાનો કોઈ ભય જ નથી રહ્ય કે પછી ફરી ફરીને તેઓ ખનીજ ચોરી કરી રહ્યા હોવાથી ખુલ્લેઆમ ખનીજવિભાગ, પોલીસ સહીતનાઓને પડકાર ફેકી રહ્યા છે?

Comments