ગાંધીધામમાં હિટ એન્ડ રનની ઘટનામાં આધેડનું મોત
અકસ્માત બાદ પુત્રએ નોંધાવી ફરિયાદ
ગાંધીધામ : શહેરના જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલા આઈ.ટી.આઈ. રોડ પર ગત તારીખ ૯ મેના રોજ સર્જાયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા આધેડનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. પિતાની અંતિમવિધિ પતાવીને પુત્રએ ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકે મોટરસાયકલ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.ઘટનાની વિગત માં વાત કરી એ તો ફરિયાદી રાહુલ અમરતભાઈ દેવીપૂજકના પિતા પોતાની મોટરસાયકલ (ય્ત્ન-૧૨-ઈડ્ઢ-૮૩૯૮) લઈને આઈ.ટી.આઈ. રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન સામેથી આવતી હોન્ડા સાઈન મોટરસાયકલ (ય્ત્ન-૩૯-દ્ભ-૨૪૬૭) ના ચાલકે પોતાના કબજાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી આધેડની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. સારવાર દરમિયાન મોત થયું છે.આ અકસ્માતમાં અમરતભાઈને માથાના ભાગે, આંખે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને પગમાં ફ્રેક્ચર થયું હતું. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું ટૂંકી માંદગી બાદ મોત થયું હતું. અકસ્માત સર્જનાર મોટરસાયકલ ચાલક અને તેની પાછળ બેસેલા ઇસમને પણ ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ મ્દ્ગજી કલમ ૨૮૧, ૧૦૬(૧) તથા એમ.વી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસ સબ
ઈન્સ્પેક્ટર શ્રી સી.એચ. બડીયાવદરાએ આ કેસની વધુ તપાસ હાથ ધરી છે. આરોપી હાલ પકડાયેલ નથી, જેને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

Comments