રાપરના નાના ટીંડલવા ગામેથી સગીરાનું અપહરણ : શખ્સ વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો દાખલ
ગાંધીધામ : રાપર તાલુકાના નાના ટીંડલવા ગામે સગીર વયની દીકરીને લલચાવી-ફોસલાવીને અપહરણ કરી જવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે સગીરાની માતાએ રાપર પોલીસ મથકે મોટા ટીંડલવાના એક શખ્સ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.પ્રાપ્ત વિગતો મુજબ, ગત તારીખ ૧૦/૦૫/૨૦૨૬ની રાત્રિથી ૧૧/૦૫/૨૦૨૬ની સવાર દરમિયાન આ ઘટના બની હતી. ૧૫ વર્ષ અને ૧૦ માસની સગીર વયની કિશોરી પોતાના ઘરે હાજર હતી, તે દરમિયાન આરોપી અનિલ નારણભાઇ કોલી (રહે. મોટા ટીંડલવા) તેને કાયદેસરના વાલીપણામાંથી લલચાવી-ફોસલાવીને લગ્ન કરવાના અથવા અન્ય કોઈ બદકામ કરવાના ઈરાદે ભગાડી ગયો હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.બનાવ અંગેની જાણ થતા જ સગીરાની માતાએ રાપર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. પોલીસે આ મામલે નવીન કાયદાની કલમ મ્દ્ગજી ૧૩૭(૨), ૮૭ તથા
પોક્સો એક્ટ (ર્ઁંઝ્રર્જીં છષ્ઠં) ની કલમ ૧૮ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ કેસની વધુ તપાસ રાપર પોલીસ સ્ટેશનના પોલીસ
ઇન્સ્પેક્ટર શ્રી આર.એલ. ખટાણા ચલાવી રહ્યા છે. હાલમાં પોલીસ દ્વારા સગીરાની ભાળ મેળવવા અને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસ હેડ કોન્સ્ટેબલ મનહરભાઇ માલાભાઇ પણ તપાસમાં સહયોગ આપી રહ્યા છે.

Comments