દેશના સૌથી મોટા ITC રીફંડ કૌભાંડમાં કાસેઝ કડીનો ખુલાસો લાલબત્તીરૂપ : સ્થાનિક ભ્રષ્ટ - તત્વોને ખુલ્લા પાડો
ટેક્ષચોરીના કાળા-ધોળા કારનામાઓનો સિલસિલો યથાવત : વધુ એક કૌભાંડનો પર્દાફાશ : કસ્ટમતંત્રના લાપરવાહો કોણ હતા..!
ભારતભરના સૌથી મોટા ૧૮૦૦ કરોડથી વધુના જીએસટી રીફંડ કૌભાંડનો પર્દાફાશ લાલબત્તીરૂપ : કપિલ અને વિપીન નામના ચીટ્ટરો ઝોનમાં ડમી કંપનીઓ મારફતે તમ્બાકુના નામે કરોડોના આઈટીસી કૌભાંડને અંજામ આપી ગયા અને સ્થાનિક
તત્કાલીક કસ્ટમના જવાબદારો સુધી કોઈ જ ગંધ શુદ્ધા ન આવે તે કેવી રીતે બને?
કરોડોની ટેક્ષચોરી કરી સરકારી રકમ ઓંઈયા કરી જવુ તે કોઈ એકાદ બે શખ્સોનું કે ચીભડ તત્વોનુ કામ નથી, તેમાં ટેક્સ કાયદાના જાણકારો અને ઉચ્ચ સ્તરીય સાઠગાંઠ હોવાની પૂરેપૂરી છે આશંકા, શું આવા તત્વો સુધી તપાસ લંબાશે ખરી?
ગાંધીધામ : તાજેતરમાં દિલ્હીથી ઝડપાયેલા GST કૌભાંડના માસ્ટરમાઇન્ડ અને તેના સાથીદારોના કિસ્સાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે આર્થિક ગુનેગારો દેશની અર્થવ્યવસ્થાને ઉધઈની જેમ ખોતરી રહ્યા છે. કાગળ પર પેઢીઓ ઊભી કરવી, બોગસ વ્યવહારો બતાવવા અને છેવટે સરકારી તિજોરીમાંથી કરોડોનું રિફંડ ઓહિયાં કરી જવું - આ માત્ર ચોરી નથી, પરંતુ દેશના આર્થિક માળખા પરનો હુમલો છે.આ કૌભાંડમાં જે રીતે કાસેઝ જેવા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનનો દુરુપયોગ કરવામાં આવ્યો, તે ચિંતાનો વિષય છે. નિકાસને પ્રોત્સાહન આપવા માટે સરકારે આપેલી કરમુક્તિ અને સવલતોનો ઉપયોગ જ્યારે ગુનેગારો પોતાનું કાળું નાણું ધોળું કરવા માટે કરે, ત્યારે સિસ્ટમની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા થાય છે. હલકી ગુણવત્તાનો માલ ઊંચી કિંમતે બતાવીને ITC મેળવવાની આ મોડસ
ઓપરેન્ડી કોઈ સામાન્ય વ્યક્તિનું કામ નથી; આમાં ટેક્સ કાયદાના જાણકારો અને ઉચ્ચ સ્તરીય સાઠગાંઠ હોવાની
પૂરેપૂરી શક્યતા છે.માત્ર GST જ નહીં, પરંતુ યસ બેન્ક જેવા નાણાકીય સંસ્થાનો સાથેની ૧૧ કરોડની
છેતરપિંડી અને CBI-SEBI ની તપાસ હેઠળ હોવા છતાં આ શખ્સો જે રીતે બેફામ આર્થિક ગુનાઓ આચરતા રહ્યા, તે વહીવટી તંત્રની નબળાઈઓ છતી કરે છે. ‘રાઉન્ડ
ટ્રિપિંગ‘ દ્વારા નાણાં ફેરવીને બેન્કોને છેતરવાની હિંમત આ ગુનેગારોમાં ક્યાંથી આવે છે?SEBI દ્વારા તાજેતરમાં લેવાયેલા કડક પગલાં આવકારદાયક છે, પરંતુ શું આટલું પૂરતું છે? આર્થિક ગુનાઓમાં ઘણીવાર તપાસ લાંબી ચાલે છે અને ગુનેગારો છટકબારીઓ શોધી લેતા હોય છે. સરકારે અને તપાસ એજન્સીઓએ એ સુનિશ્ચિત કરવું પડશે કે આવા ‘માસ્ટરમાઇન્ડ’ ને કડકમાં કડક સજા થાય, જેથી અન્ય લોકો આવા સાહસ કરતા અટકે. ડિજિટલ ઇન્ડિયાના યુગમાં જ્યારે દરેક વ્યવહાર ટ્રેક થઈ શકે છે, ત્યારે આવા કરોડોના કૌભાંડો પકડાય તો છે, પણ તે આચરાય જ નહીં તેવી મજબૂત વ્યવસ્થા ઊભી કરવી એ સમયની માંગ છે. જો બેન્કો અને GST વિભાગ વચ્ચે વધુ બહેતર તાલમેલ હોત, તો કદાચ આ કૌભાંડ આટલા મોટા પાયે ફૂલ્યું-ફાલ્યું ન હોત. હવે જરૂર છે ઝડપી ન્યાયિક પ્રક્રિયાની અને જપ્ત કરેલી મિલકતો દ્વારા સરકારી નાણાંની વસૂલાતની. સાથોસાથ કાસેઝમાં આ રીતે ડમી કંપનીઓ બનાવી, બોગસ બીલો મારફતે આઈટીસી કૌભાંડને અંજામ આપવાના મોટા નેટવર્કમાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે તે તમામ સુધી તપાસ લંબાય તે પણ જરૂરી છે.
......................
કરોડોના GST કૌભાંડના ખુલાસા બાદ ઉઠતા સવાલો..!
૧. કંડલા સેઝમાં નિકાસ કરવામાં આવતા માલની ગુણવત્તા તપાસવાની જવાબદારી કોની હતી? હલકી ગુણવત્તાનો માલ ઊંચી કિંમતે નિકાસ થઈ ગયો ત્યાં સુધી સ્થાનિક તંત્ર કેમ ઊંઘતું રહ્યું? ૨. શું સેઝના અધિકારીઓ દ્વારા નિકાસ કરવામાં આવતા કન્ટેનરોનું ફિઝિકલ વેરિફિકેશન નિયમ મુજબ કરવામાં આવ્યું હતું જો હા, તો કિંમત અને માલ વચ્ચેનો તફાવત કેમ પકડાયો નહીં ૩. આરોપીઓની શેલ કંપનીઓ (કાગળ પરની કંપનીઓ) ને સેઝમાં કાર્યરત થવા માટેના
પરવાના કયા દસ્તાવેજોના આધારે આપવામાં આવ્યા હતા? ૪. કરોડો રૂપિયાના ‘ફેક ૈં્ઝ્ર’ રિફંડ જ્યારે ક્લેમ કરવામાં આવ્યા, ત્યારે સેઝના કસ્ટમ્સ અથવા વહીવટી વિભાગે આટલા મોટા ટ્રાન્ઝેક્શનની ખરાઈ કેમ ન કરી ૫. શું આ કૌભાંડમાં સેઝના કોઈ ઉચ્ચ અધિકારી કે કર્મચારીની સીધી કે આડકતરી સંડોવણી છે? શું તેમને આ ‘રાઉન્ડ ટ્રિપિંગ‘ અને ખોટા વેલ્યુએશનની જાણ હતી ૬.તમાકુ જેવા ઉત્પાદનોના કિસ્સામાં, માલની આવક અને જાવકનો મેળ બેસાડવામાં સેઝનું ઓડિટ તંત્ર નિષ્ફળ કેમ ગયું? ૭. સેઝ એક પ્રતિબંધિત વિસ્તાર છે, જ્યાં દરેક ગતિવિધિ પર નજર હોય છે. તો શું આ માસ્ટરમાઇન્ડ્સ દ્વારા સિસ્ટમમાં રહેલી કોઈ છટકબારીનો ઉપયોગ કરવામાં આવ્યો કે પછી જાણીજોઈને તેમને રસ્તો કરી આપવામાં આવ્યો? ૮. અગાઉ પણ સેઝના માધ્યમથી આર્થિક ગુનાઓ થયા છે, તો પાછલા અનુભવો પરથી બોધપાઠ લઈને કડક મોનિટરિંગ સિસ્ટમ કેમ અમલમાં મૂકવામાં આવી નથી? ૯.તપાસ એજન્સીઓના રિપોર્ટમાં સેઝના કયા કયા વિભાગોની નિષ્કાળજી સામે આવી છે અને તેમની સામે અત્યાર સુધી શું
પગલાં લેવાયા છે?
.............................
આ તો જુનો કેસ છે, આજનું શું?
ઝોન પ્રશાસન કેમ ન કરે લાલઆંખ?
તટસ્થ અને કડક ડીસીશ્રી પાટીલ કરે તપાસ : તમ્બાકુનો જેટલા પણ બહારથી કંપનીઓ લોકલ-જોનમાં માલ નિકાસના નામે ડમ્પ કરે છે તે ખરેખર એકસપોર્ટ વિદેશ કરવો જ હોય તો સીધેસીધા જ અમદાવાદ હોય કે દિલ્હી ત્યાથી જ કરી શકે છે? તેમને કાસેઝમાં-જોનમાં આ માલ લાવવાની જરૂર શું પડે છે? સબંધિત ભિાગને આ બાબતે સોપો ક્રોસ તપાસ
ગાંધીધામ : તમ્બાકુમાં બોગસ આઈટીસીના કૌભાંડને લઈને ચાર વરસથી નાસતા ફરતા શખ્સની અટક કરવામાં આવી છે અને તેમાં કાસેજનું કનેકશન સામે આવ્યું છે ત્યારે હવે જાણકારો કહી રહ્યા છે કે, આ તો ચાર વર્ષ જુનો કેસ છે. તેમાં તો જે-તે વખતે કાસેજમાથી ચારથી પાંચ અલગ અલગ વેરહાઉસમાં આ રીતે ઘોટાળાઓ આદરાયા હશે પરંતુ તપાસ તો વર્તમાન સમયે પણ કરવાની જરૂર છે. હાલમાં પણ આ જ રીતે બોગસ આઈટીસી સ્કેમ ગુટખા કે તમ્બાકુ યુનિટવાળા નથી ચલાવી રહ્યા ને?
..................................
આવા કૌભાડને ડામવા ઝોન પ્રશાસન શું લેશે પગલા?
ગાંધીધામ : આ કૌભાંડ બાદ કંડલા સેઝના વહીવટમાં પારદર્શિતા લાવવા માટે કયા પ્રકારના ટેકનોલોજીકલ ફેરફારો (જેમ કે ડિજિટલ ટ્રેકિંગ) કરવામાં આવશે?.શું સેઝમાં રજિસ્ટર્ડ થયેલી તમામ શંકાસ્પદ કંપનીઓનું નવેસરથી ફોરેન્સિક ઓડિટ કરવામાં આવશે?. ?આ પ્રશ્નો દ્વારા તંત્રની જવાબદારી નક્કી કરી શકાય છે અને ભવિષ્યમાં આવા આર્થિક ગુનાઓને અટકાવવા માટે દબાણ ઊભું કરી શકાય છે.

Comments