Trending News
રમત જગત

સાંસદ ડે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ૮ માં દિવસે ૨૪ ટીમોએ ભાગ લીધો : સાંસદ વિનોદભાઈ ચાવડા

11 May



ભુજ-કચ્છઉદય : શહેરના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે કચ્છ લોકસભા તેમજ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ઓપન ડે નાઈટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ના ૮માં દિવસે ૧૨ ટીમો અને મીરઝાપર ખાતે પણ ૧૨ ટીમો વચ્ચે મેચો રમાઈ હતી. કચ્છ સાંસદએ જણાવ્યું હતું કે, ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અને ખેલરસિકો ઉપસ્થિત રહી તેમને પ્રોત્સાહન આપી રહ્યા છે. દરરોજ જિલ્લાના જનપ્રતિનિધિઓ, અધિકારી વર્ગ, શુભેચ્છકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. ૪૦૦થી વધુ ટીમોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. કચ્છ, મોરબી માળીયાની ટીમો આ સ્પર્ધાત્મક ક્રિકેટ મેચમાં ભાગ લઈ રહ્યા છે. 
આ સાથે તા.૧૦-૫-૨૦૨૬નાઆઠમા દિવસની જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે રમાતી ક્રિકેટ મેચમાં પ્રથમ મેચ “રામદેવ ઇલેવન ભુજ”અને ”માધવ ઇલેવન ભુજ”વચ્ચે રમાઇ જેમાં “માધવ ઇલેવન ભુજ”ની જીત થઇ હતી. બીજી મેચ “ધુરંધર ઇલેવન ભુજ”અને “ઈલાઈટ ફાઇટર ભુજ”વચ્ચે રમાઇ જેમાં ઈલાઈટ ફાઇટર ભુજ વિજેતા થઇ હતી. ત્રીજી મેચ “ધુણઇ ઇલેવન”અને “મહાદેવ ઇલેવન ભુજ”વચ્ચે રમાઇ હતી. જેમાં“મહાદેવ ઇલેવન”વિજેતા થઇ હતી. ચોથી મેચ “નિરોણા ઇલેવન”અને“વંદે માતરમ ઇલેવન સુખપર”વચ્ચે રમાઇ જેમાં“નિરોણા ઇલેવન”ની જીત થઇ હતી. પાંચમી મેચ “હિંગોરા બ્રધર્સ ઇલેવન” અને “પાલારા જેલ એ  ઇલેવન” વચ્ચે રમાઇ જેમાં“હિંગોરા બ્રધર્સ ઇલેવન”વિજેતા થઇ હતી. છઠ્ઠી મેચ “સતાદાદા ઇલેવન સુખપર રોહા” અને “ જેઆર ઇલેવન ગોંડપર” વચ્ચે રમાઇ જેમાં“જેઆર ઇલેવન ગોંડપર”વિજેતા થઇ હતી. મેચ વ્યવસ્થા કુલદીપસિંહ જાડેજા દ્વારા થઈ હતી. આ મેચો દરમ્યાન ખેલાડીઓને પ્રોત્સાહન આપવા સવર્શ્રી જુરી કમિટીના સભ્યો હાજર રહી પ્રોત્સાહન આપતા રહે છે.
------

 

Comments

COMMENT / REPLY FROM