Trending News
ક્રાઈમ

શેખપીર ચોકડી પાસે એલસીબીની કાર્યવાહી : વાપીથી આવતો શરાબ ઝડપાયો 

11 May


બે ગાડીના ચોરખાનામાં શરાબ છુપાવવામાં આવ્યો હતો : એલસીબીએ ર.પ૮ લાખના ૭૯૮ ક્વાટરિયા ઝડપાયા 

ભુજ - કચ્છઉદય : તાલુકાના શેેખપીર ચોકડી પાસે ભુજ એલસીબીની ટીમે બાતમીના આધારે વાપીથી આવતો શરાબ ઝડપી પાડયો હતો. વાપીના શખ્સો ટાટા ઈન્ડિકા નંબર જી.જે. ૧પ એડી ૬૦૧૭ તથા ટોયોટા ઈનોવા નંબર જી.જે. પ સીએફ ૦૭૭૬માં ચોરખાનું બનાવી આ ચોર ખાનામાં દારૂનો જથ્થો ભરી લઈ આવતા હતા. વાપીથી ભુજ તરફ દારૂ લઈને આવતા હોવાની બાતમીના આધારે વોચ ગોઠવીને કુલ ૭૯૮ કવાટરિયા કિ.રૂા. ર,પ૮,રરપનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. દારૂ સહિત પ.૭૮ લાખનો મુદામાલ કબ્જે કરાયો હતો. આ સાથે જ વાપીના જીગર, ચેતન, ભાવેશ અને મલાડના ધર્મેશ નામના શખ્સોની અટકાયત કરવામાં આવી હતી. પદ્ધર પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
---------

Comments

COMMENT / REPLY FROM