માંડવીમાં જુગાર રમતા ભુજના ૧ર સહિત ૧૩ યુવક પકડાયા
સામાજિક પ્રસંગે ગયા બાદ અજમાવ્યું હતું નશીબ : પોલીસે ૧૭,૪૦૦ રોકડા અને ૧૩ મોબાઈલ કર્યા કબજે
માંડવી - કચ્છ ઉદય : શહેરમાં નવાપુરા વિસ્તારમાં બુરહાનુદ્દીન નજમુદ્દીન આબદાની (વોરા) ના મકાનની બાજુમાં મધરાતે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં નવાપુરાના મુફદલ બુરાનનુદીન આબાદાની તેમજ ભુજમાં મુન્દ્રા રોડ પર આવેલ વોરા કોલોનીમાં રહેતા જુઝર તાહેર ભાજીવાલા, મહંમદ મુર્તુઝા કાઠીવાલા, મુર્તુઝા મુસ્તફા વિજલાણી, મુસ્તફા જુઝર જમાલી, હકીમુદીન અલીઅકબર તેલવાલા, તાહીર હુસેન પટેલ, બુરાહાનુદીન અબ્બાસ આસરા, તાહા શબ્બીરભાઈ માંડવીવાલા, મહંમદ મુફદલ કાંટાવાલા, હુજેફા બુરહાનુદીન મુખી, તાહા નૂરદીન સાઈકલવાલા, બુરહાનુદીન મુર્તુઝા હાલાઈ જુગાર રમતા પકડાયા હતા. ખેલીઓ પાસેથી રોકડા રૂપિયા ૧૭,૪૦૦ અને ૧.૪૪ લાખના ૧૩ મોબાઈલ કબ્જે કરવામાં આવ્યા હતા. ખેલીઓ સામાજિક પ્રસંગે માંડવી ગયા અને રાત્રે નશીબ અજમાવતા હતા ત્યારે પકડાઈ ગયા હતા. માંડવી પોલીસે જુગારધારાનો ગુનો દાખલ કર્યો હતો.
.....................
પૂર્વ કચ્છ એસપીશ્રી કરાવે તપાસ..?બની બઠેલા બે સામાજિક આગેવાનોના નામ કાઢવા પાંચ લાખની તોડ કોણે કરી?
ગાંધીધામ : નામ બેડ ઓર દર્શન ખોટે. સામાજિક રીતે મોટા મોભી બનીને ફરનારાઓ કયારે અસામાજીક દુષણોમાં પણ ચર્ચામાં આવી જતા હોય છે. આબરૂ ધોવાઈ જશે તે ભયથી આવી બદીમાં નામ ઉછળતું અટકાવવા માટે આવા બની બેઠેલાઓ પૈસા ફેક તમાસા દેખનો તાલ કરી દેતા હોય છે. જાણકારો કહી રહ્યા છે કે, માંડવીમાં પણ નવાપુરા વિસ્તારમાં ઝડપાયેલ જુગારીઓના પ્રકરણમાં પણ બની બેઠેલા બે સામાજીક ભોમીઓ-આગેવાનોના નામો પર આબરૂ ઉછળતી અટકાવવાના ભાગરૂપે જ પાંચ લાખની તોડ લઈ અને કાઢી નાખવામા આવ્યા હોવાનુ ચર્ચાય છે. હકીકતમાં તપાસ કરવી જોઈએ કે, આ નામો કયા હતા? અને પાંચ લાખની રકમ તેઓએ કોણે શેના પેટે આપી છે.

Comments