કંડલા સેઝમાં કસ્ટમની લાલઆંખ : ઇન્ચાર્જ ડીસી પાટીલની કડક કાર્યવાહીથી ‘અજીત ટોળકી’માં ફફડાટ
આધોઈ સોપારી કાંડ બાદ વધુ એક કૌભાંડનો પર્દાફાશ થવાની વકી : પ્લાસ્ટિક પાઈપના વધારાના કન્ટેનરો છુપાવવાનો ખેલ મુંબઈ સુધી પહોંચી જતા મચી દોડધામ : મુંદરામાં બેઠેેલ અજીત ગેંગ દ્વારા કાસેઝમાં પાઈપ્સના પ્રકરણમાં ખેલ પાડી દેવાનો અજમાવ્યો પેતંરો : જો કે, ડીડીસીશ્રીએ કોઈ જ મચક ન આપતા અને વીડીયોગ્રાફી સાથે મુદો મુંબઈ બેઠેલા ઈન્ચાર્જ ડીસીશ્રી પાટીલને પહોચાડી દેતા આખોય ભાંડો ફુટયાની જામી ચર્ચા
ગાંધીધામ : કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક જોનમાં ઈન્ચાર્ઝ ડીસી પદે શ્રી ડી બી પાટીલ આવ્યા બાદ તેઓએ અહી મિસીડીકલેરેશન કરનારાઓની સામે ધડાધડ કડક કાર્યવાહી શરૂ કરી હોય તેમ અહીથી આધોઈ સોપારી કાંડ તે બાદ ફેબ્રીક પ્રકરણ અને હવે વિદેશથી આયાત કરેલા પ્લાસ્ટીકપાઈપ્સમાં ગોબાચારી કરનારાઓ પર કાયદાકીય કોરડાઓ વિજાવવાના શરૂ થવા પામી રહ્યા છે.કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોન(દ્ભછજીઈઢ) માં વર્ષો સુધી સેવા બજાવી ચૂકેલા અને વિવાદોમાં ઘેરાયેલા ‘અજીત’ નામના શખ્સની ટોળકી પર હવે તંત્રએ ગાળિયો મજબૂત કર્યો છે. ઇન્ચાર્જ ડીસી પાટીલની કડક સૂચના બાદ, કસ્ટમ્સ વિભાગે આ ટોળકીની શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખીને ‘દૂધનું દૂધ અને પાણીનું પાણી’ કરવાની દિશામાં તપાસ તેજ કરી હોવાના અહેવાલો પ્રાપ્પ થવા પામી રહ્યા છે. જો આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો કંડલા સેઝ અને મુંદ્રામાં ચાલતા અન્ય કેટલાય મોટા કૌભાંડો પરથી પડદો ઊંચકાય તેવી શક્યતા છે. કસ્ટમ્સની આ ‘લાલ આંખ’ થી ભ્રષ્ટ તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
......................................
મુંબઈથી ડીસીની સીધી દેખરેખ
ગાંધીધામ : સેઝના એક જાબાજ ડીડીસીએ આ સમગ્ર ગેરરીતિનો પર્દાફાશ કરતા અંદાજે ૫ થી ૬ જેટલા વધારાના કન્ટેનરોનો વિડિયો બનાવી મુંબઈ ખાતે ઇન્ચાર્જ ડીસી
પાટીલને મોકલી આપ્યો હતો. આ પુરાવા મળતા જ ડીસીએ તાત્કાલિક અસરથી કસેજના જેડીસી અને ડીસીને સ્થળ તપાસ કરી ક્રોસ વેરિફિકેશન કરવાના આદેશો આપ્યા હતા.
...................
તપાસના ધમધમાટથી મટીરીયલ સગેવગે કરવાનો પેંતરો
ગાંધીધામ : તપાસ ટુકડી સ્થળ પર પહોંચતા જ અનેક વિસંગતતાઓ સામે આવી હતી. પકડાઈ જવાના ડરે અજીત ટોળકીએ આ વધારાનો પાઈપનો જથ્થો અન્ય કોઈના યુનિટમાં અથવા વેરહાઉસમાં ઠાલવી દીધો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે, કસ્ટમ્સ વિભાગે હવે સત્તાવાર રીતે જવાબદારોના નિવેદનો લેવાની પ્રક્રિયા હાથ ધરી છે, જેથી આ જથ્થો ક્યાં છુપાવ્યો છે તેની વિગતો ટૂંક સમયમાં બહાર આવશે. અથવા તો કેવા ઈરાદો અન્યના યુનિટમાં છુપાવવાનો પ્રયાસ કરાયો હતો તે સહિતની વિગતો બહાર આવવા પમાશે.
..........................
શું છે સમગ્ર પ્રકરણ?
ગાંધીધામ : મળતી માહિતી મુજબ, મુંદ્રામાં બેઠા-બેઠા કંડલા સેઝમાં ગેરરીતિ આચરતી અજીત ટોળકી તાજેતરમાં વિદેશથી પ્લાસ્ટિક પાઈપના આયાતના કામમાં મોટી ગોબાચારી કરવાની ફિરાકમાં હતી. આ ટોળકીએ રેકોર્ડ પર દર્શાવેલા પાઈપોના જથ્થા કરતા ઘણો વધારે જથ્થો આયાત કર્યો હતો. જ્યારે સ્થાનિક એજન્સીના હાથે આ ભાંડો ફૂટ્યો, ત્યારે મામલો દબાવવા માટે ‘સામ-દામ-દંડ-ભેદ’ની નીતિ અપનાવવામાં આવી હતી, પરંતુ પ્રમાણિક અધિકારીઓ સામે આ દાવ ઉલટો પડ્યો હતો.
..........................
અજીત ટોળકીનો ભૂતકાળ
ગાંધીધામ : ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આધોઈ
સોપારી કાંડમાં આ ટોળકીની ભૂમિકા બદલ વિજિલન્સ તપાસ બેસાડવામાં આવી હતી અને એકાદને સસ્પેન્ડ કરી ઘરભેગા કરવા સુધીની કાર્યવાહી થઈ ચૂકી છે. તેમ છતાં, મુંદ્રાથી
ઓપરેટ થતી આ ગેંગ ફરી સક્રિય થતા હવે તંત્રએ તેની ‘
પૂંછડી’ પર પગ મૂકવાનું શરૂ કર્યું છે. અને આ કેસમાં વધુ સચોટ માહીતીઓ ખુલતા અનેકના પગ નીચે રેલો આવશે તેમ દર્શાઈ રહ્યુ છે.

Comments