દેવપર- ગઢશીશા વચ્ચે અકસ્માતમાં ૪ ઘવાયા
ભુજ - કચ્છઉદય : માંડવી તાલુકાના દેવપરથી ગઢશીશા વચ્ચે આજે સવારે અકસ્માત થયો હતો. ઈકો અને છકડો રિક્ષા વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં ઈકોમાં સવાર દેવપર અને ગોધરાના ત્રણ મહિલા સહિત ચાર લોકોને ઓછીવતી ઈજાઓ થઈ હતી. જેઓને સારવાર માટે જી.કે.માં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માતમાં ઈકો ગાડી બાવળોની ઝાડીમાં ઘુસી ગઈ હતી. જયારે છકડામાં પણ પાછળની ટ્રોલી ઉડી ગઈ હતી.

Comments