પશ્ચિમ કચ્છ જિલ્લાનાં હોમગાર્ડ જવાનોની આતુરતાનો અંત
રેન્ક ટેસ્ટ આયોજન બદલ પશ્ચિમ કચ્છ જિલ્લાનાં હોમગાર્ડ સભ્યોમાં ખુશીની લહેર
ભુજ - કચ્છઉદય : પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ કચેરી ભુજ ખાતે બે દિવસ એ.એસ.એલ(આસીસ્ટન્ટ સેકસેન લીડર) રેન્ક ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ હતું. જે રેન્ક ટેસ્ટ નું આયોજન વળી કચેરી અમદાવાદ ના ઇન્ચાર્જ કમાન્ડન્ટ જનરલ રાજકુમાર પાંડ્યનના મંજૂરી અને સિનિયર સ્ટાફ ઓફિસર મનીષભાઈ ત્રિવેદીના માર્ગદર્શન અને શ્રી પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ મનીષ બારોટની અધ્યક્ષ સ્થાને સમગ્ર પશ્ચિમ કચ્છ જિલ્લામાં આશરે ત્રણ દાયકા એટલે કે ૩૪ વર્ષ બાદ આ રેન્ક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પશ્ચિમ કચ્છ જિલ્લાના ૧૦ યુનિટમાંથી ૫૦ સભ્યોએ ઉત્સાહભેર ભાગ લઇ એનસીઓ બનવા માટે આગળ આવ્યા હતા આ રેન્ક ટેસ્ટનું હેતુ જિલ્લા માં આવેલ ૧૦ યુનિટ માં સુદૃઢઃ રીતે દળનું સંચાલન થાય તેમજ અન્ય હોમગાર્ડઝ સભ્યોને પી. ટી પરેડ તેમજ અન્ય રીતે પણ માર્ગદર્શન મળી રહે તે હેતુ થી આ રેન્ક ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ હતું.
પ્રથમ દિવસે લેખિત પરીક્ષા તેમજ બીજા દિવસે શસ્ત્રકવાયત,પદ કવાયત, પી. ટી. ડ્રિલ, લાઠી ડ્રિલ, શેરમોનીયલ ટેસ્ટ, સંત્રી ગાર્ડ,ડિઝાસ્ટર તાલીમ ને લગતા પ્રશ્ન સહિતની કવાયતો માં સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવેલ હતી.જેમાં અમદાવાદ વડી કચેરી થી પધારેલ આર્મરર શ્રી હર્ષદભાઇ મકવાણા તેમજ ગાંધીનગર થી પધારેલ શ્રી કનુભાઇ વાધેલા અને શ્રી મનોજકુમાર પંચાલ ઇન્સ્ટ્રક્ટર, પશ્ચિમ કચ્છ જિલ્લા કચેરીના (સબ ઇન્સપેક્ટર ઇન્સ્ટ્રક્ટર )વિજય જે ચૌધરી તથા જુનિયર ક્લાર્ક રિતેશ પી. પટેલ દ્રારા અલગ અલગ ટેસ્ટ લેવામાં આવેલ હતી.હાલમાં પશ્ચિમ કચ્છ જિલ્લામાં કોઇ પણ યુનિટમાં હોમગાર્ડ અધિકારી ગણ ન હોય જેથી આ રેન્ક ટેસ્ટને લીધે નિયમિત રેન્ક ટેસ્ટનું આયોજન કરવામાં આવશે તો આવનાર વર્ષોમાં પશ્ચિમ કચ્છ જિલ્લા માં પશ્ચિમ કચ્છના દરેક યુનિટને હોમગાર્ડઝ અધિકારીઓ મળી રહેશે. ત્યારબાદ કાર્યક્રમની પુર્ણાહુતિ દરમિયાન પધારેલ એસ.એસ.ઓ મનીષભાઈ ત્રિવેદી સાહેબશ્રી સહિત અધિકારીઓ તથા પદા અધિકારીનું પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટશ્રી મનીષ બારોટ સાહેબ દ્રારા તેમનું સાલ તથા મોમેન્ટો દ્રારા સન્માન કરવામાં આવ્યું હતું. કમાન્ડન્ટશ્રી મનીષભાઇ બારોટ ના વારંવાર રજુઆત ને ધ્યાને લઇ આ રેન્ક ટેસ્ટનું આયોજન સફળ બન્યું. તેમજ મનીષભાઈ ત્રિવેદી સાહેબશ્રી દ્રારા દર વર્ષે આવી રીતે રેન્ક ટેસ્ટનું આયોજન થાય જેથી હોમગાર્ડઝ દળનું વ્યસ્થિત રીતે સંચાલન થઇ શકે.કાર્યક્રમ ના અંતમાં વિવિધ યુનિટ ના ઓફિસરો તેમજ હોમગાર્ડઝ સભ્યોએ જિલ્લા કમાન્ડન્ટનું ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યુ હતું. ખરેખર તો આભાર કમાન્ડન્ટ જનરલનું કે ઘણા દાયકાઓ બાદ તેઓ દ્રારા આ રેન્ક ટેસ્ટની મંજૂરી આપવામાં આવેલ જેનું આયોજન સફળ બન્યું તેવું જિલ્લા કમાન્ડન્ટ દ્રારા વ્યક્તવ્યમાં જણાવામાં આવ્યું હતું.
----------

Comments