સંતોની તપસ્યાનો ફળ ભક્તોને મળે છે : નિરંજન પંડ્યા
પિયોણી ખાતે આયુષગીરીજીની અગ્નિ તપસ્યાના દર્શન કરવા ભાવિકો ઉમટી પડે છે
નખત્રાણા-કચ્છઉદય : નીલકંપ આશ્રમ ખાતે વિશ્વ કલ્યાણ શાંતિ અર્થે તા. ર૬-૪ થી ર૧ દિવસ પંચધુની અગ્નિ તપસ્યા લઘુ મહંત આયુષગીરીજી દ્વારા થઈ રહી છે. તેમાં ગુજરાતના નામાંકિત કલાકાર નિરંજનભાઈ પંડ્યા દર્શનનો લાભ લીધો હતો. રાત્રે સંતવાણીમાં તેમણે કહ્યું કે પિયોણી તપોભૂમિ છે. અહીં ભગવાન સદાશીવ બિરાજે અનેક સંતો- મહંતોએ તપ કર્યા છે ત્યારે સંતોની તપસ્યાનો ફળ ભક્તોને મળે છે. દરેક શિવ ભક્તોએ આ તપસ્વી સંતના દર્શનનો લાભ લેવો જોઈએ. મહંત હંસગીરીજીએ કહ્યું કે વિશ્વ કલ્યાણના શુભ સંદેશ સાથે આદરેલી આ તપસ્યા અનેક સંતો ગુજરાતમાંથી પધારીને દર્શનનો લાભ આપે છે અને અનેક શીવ ભકતો દરરોજ દર્શન કરવા ઉમટી પડે છે. ૧૬-પ અમાસને શનિવારે તપસ્યા સમાપ્ત થશે ત્યારે કન્યા ભોજન, મહાપ્રસાદ અને રાત્રે ભવ્ય સંતવાણી યોજાશે તેનો લાભ લેવા વાયક આપ્યું હતું.
------

Comments