કચ્છ જિલ્લા સરકારી કર્મચારી સંકલન સમિતિ દ્વારા હોદ્દેદારોની વરણી કરાઈ
ભુજ - ક્ચ્છઉદય : ગુજરાત રાજ્ય સરકારી કર્મચારી સંકલન સમિતિ દ્વારા કચ્છ જિલ્લામાં વિવિધ હોદ્દેદારો તથા પ્રતિનિધિઓની વરણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન કચ્છ જિલ્લા બોર્ડ નિગમના માજી પ્રમુખ ઉમરશીભાઈ કાનજીભાઈ મહેશ્વરી નિવૃત થતા તેમને સલાહકાર તરીકે વરણી કરવામાં આવી હતી. તેમજ જિલ્લા પંચાયત વિભાગમાં દર્શનભાઈ ચૌહાણ તથા વિજયભાઈ ભામરની પંચાયત વિભાગ આઉટસોર્સ કર્મચારી પ્રતિનિધિ તરીકે વરણી કરવામાં આવી હતી.
નિમણૂક પત્ર કચ્છ જિલ્લા પંચાયત કર્મચારી મંડળના પ્રમુખ બીપીનભાઈ ગોર દ્વારા અર્પણ કરવામાં આવ્યા હતા. જ્યારે ઉમરશીભાઈ કાનજીભાઈ મહેશ્વરીને કચ્છ જિલ્લા બોર્ડ નિગમ ચોથા વર્ગ કર્મચારી મંડળના પ્રમુખ મનોજભાઈ ગોર દ્વારા નિમણૂકપત્ર આપવામાં આવેલ હતું.
કાર્યક્રમમાં વિવિધ મંડળોના હોદ્દેદારો તથા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં એમ. આઈ. બાયડ, બહુમાળી ભવન સહકારી મંડળીના મંત્રી અનિરુદ્ધસિંહ ગોહિલ, કચ્છ જિલ્લા પેન્શનર સંકલન સમિતિના પ્રમુખ બીપીનભાઈ ગોર, ગુજરાત રાજ્ય ચોથા વર્ગ કર્મચારી મહામંડળ કચ્છ યુનિટના પ્રમુખ અશ્વિનભાઈ એસ. ગોર, મહામંત્રી હિતેશભાઈ ગોર, ઉપપ્રમુખ વિનોદભાઈ રાજપુત, કચ્છ જિલ્લા નગરપાલિકા ચોથા વર્ગ કર્મચારી મંડળના પ્રમુખ રાજેશભાઈ આથા, કચ્છ જિલ્લા આઉટસોર્સ કર્મચારી મંડળના પ્રમુખ દર્શનભાઈ મહેતા, મંત્રી ઉર્મિલભાઈ ધોળકિયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત આકસ્મિક કારણોસર કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યા ન હતા તેવા જિલ્લા પંચાયત ભુજના કર્મચારી અગ્રણી વિજયભાઈ ગોર તેમજ નાયબ ચીટનીશ જયશ્રીબેન પોલરા દ્વારા નવા નિમણૂક પામેલ હોદ્દેદાર સભ્યોને તેમજ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરનાર તમામ હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન એમ. આઈ. બાયડ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભારવિધિ હિતેશભાઈ ગોર દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે અનિરુદ્ધસિંહ ગોહિલ દ્વારા સહકાર આપવામાં આવ્યો હતો.
------

Comments