Trending News
સ્થાનિક સમાચાર

રાપરના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે આજનો દિવસઃ હાઈવે પટ્ટીના ૪૨ ગામો માટે ૭૬૫ કરોડની નર્મદા મહાયોજનાને વહીવટી મંજૂરી

09 May



રાપરનો આ નવો સૂર્યોદય સમગ્ર કચ્છના વિકાસના નકશામાં એક નવું તેજ ઉમેરશે એમાં કોઈ શંકા નથી.

ખેતીમાં હરિયાળી ક્રાંતિ અને પશુપાલકોની સમૃદ્ધિના દ્વાર ખુલશેઃ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની રજૂઆતો રંગ લાવી



ગાંધીધામ : વાગડની સૂકી ધરતી પર નર્મદા મૈયાના આગમનની વર્ષોની પ્રતીક્ષાનો અંત આવ્યો છે. રાપર તાલુકાના હાઈવે પટ્ટી વિસ્તારના ૪૨ ગામોના ભાગ્ય બદલવા માટે રાજ્ય સરકાર દ્વારા ૭૬૫ કરોડની નર્મદા મહાયોજનાને વહીવટી મંજૂરી આપી દેવામાં આવી છે. આ ઐતિહાસિક નિર્ણયથી નાની હમીરપરથી શિવલખા સુધીના ૪૨ ગામો અને ૯૯ જેટલા તળાવો નર્મદાના 
પાણીથી જીવંત બનશે. “આ કોઈ સામાન્ય મંજૂરી નથી, 
પરંતુ રાપરના ખેડૂતને ‘રાજા’ બનાવવાનું ભગીરથ કાર્ય છે. ડબલ એન્જિન સરકારની આ તાકાત છે કે આજે ૧ મિલિયન એકર ફૂટ વધારાના પાણીની ફાળવણી થતા ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે.”કચ્છના રાપર તાલુકા માટે ૨૦૨૬નું આ વર્ષ માત્ર કૅલેન્ડરનું પાનું નથી, પરંતુ એક આખા યુગના પરિવર્તનનું પ્રતીક બનીને આવ્યું છે. 
રાપરના હાઈવે પટ્ટી વિસ્તારના ૪૨ ગામો માટે ૭૬૫ કરોડની નર્મદા મહાયોજનાને મળેલી વહીવટી મંજૂરી એ માત્ર સરકારી આંકડો નથી, પણ દાયકાઓથી પાણીના ટીપે-ટીપા માટે તરસતી વાગડની જનતાની અવિરત તપસ્યાનું ફળ છે. જ્યારે નાની હમીરપરથી શિવલખા સુધી નર્મદાના નીર વહેશે, ત્યારે તે માત્ર જમીનને નહીં, પણ આ વિસ્તારના માનવીઓના આત્મવિશ્વાસને પણ સીંચશે.
રાપર હંમેશા ભૌગોલિક રીતે છેવાડાનો અને વિકાસની દ્રષ્ટિએ સંઘર્ષ કરતો તાલુકો રહ્યો છે. અછત અને અર્ધ-અછત જેની નિયતિ ગણાતી હતી, તેવા વિસ્તારમાં ૯૯ તળાવોને નર્મદાના પાણીથી જીવંત કરવાની યોજના એક ભગીરથ કાર્ય છે. આ પ્રોજેક્ટથી માત્ર ખેતી જ નહીં, પણ સમગ્ર પર્યાવરણ અને પશુપાલન આધારિત અર્થતંત્રમાં પ્રાણ ફૂંકાશે. જ્યારે ખેતરોમાં મોલ લહેરાશે અને પશુધનને બારેમાસ પાણી મળશે, ત્યારે વાગડમાંથી થતું મજબૂર હિજરતનું દ્રશ્ય ઇતિહાસ બની જશે.જોકે, મંજૂરી એ પ્રથમ ચરણ છે. હવે સમય છે આ યોજનાના ઝડપી અને ગુણવત્તાયુક્ત અમલીકરણનો. નર્મદાના નીર જ્યારે રાપરની ધરતીને સ્પર્શશે, ત્યારે તે માત્ર પાણીનો પ્રવાહ નહીં હોય, પણ આવનારી પેઢીઓ માટે ખુશાલી અને પ્રગતિનો માર્ગ હશે.વાગડની ધરતી હવે ‘સૂકી’ નહીં રહે, તે હવે ‘સોનાની મહોર’ જેવા પાક લહેરાવશે. 

............



ગૃહિણીઓને રાહત

ગાંધીધામ : માતા-બહેનોને પીવાના પાણી માટે પડતી હાડમારીનો કાયમી ઉકેલ આવશે. આ નિર્ણયથી કચ્છનો આ પછાત ગણાતો તાલુકો હવે વિકાસમાં ગુજરાતમાં નંબર-૧ બનશે.” આ ઐતિહાસિક સિદ્ધિ બદલ સમગ્ર રાપર પંથકના ગ્રામજનોમાં દીવાળી જેવો માહોલ સર્જાયો છે અને સરકારશ્રીનો આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.


..........


આ યોજના સાકાર થવાથી...

ગાંધીધામ : આ યોજના સાકાર થવાથી રાપર તાલુકાના ભીમસર, ભૂટકીયા, પદમપર, કીડીયાનગર, પ્રાગપર, ડાભુંડા, ચિત્રોડ અને અમરાપર સહિતના સરહદી ગામોની કાયાપલટ થશે. આ યોજનાના મુખ્ય ફાયદાઓઃ

..........


કૃષિ ક્રાંતિ

ગાંધીધામ : પાણી મળતા ખેતીમાં ઉત્પાદન ૩ ગણું વધશે અને 
ખેડૂતો બારેમાસ પાક લઈ શક શે. માલધારીઓના પશુધનને ૧૨ મહિના પીવાનું પાણી મળશે,જેનાથી દૂધના ઉત્પાદનમાં વધારો થશે.સ્થ
ળાંતર અટકશેઃ સ્થાનિક સ્તરે રોજગારી વધતા યુવાનોને શહેરો તરફદોડવું નહીં પડે.


.........


ધારાસભ્યના પ્રયત્નો સફળ થયા 

ગાંધીધામ : રાપરના પ્રશ્નો માટે વિધાનસભામાં ગર્જના કરનાર અને હાઈવે પટ્ટીની પાણીની વેદનાને છેક ગાંધીનગર સુધી પહોંચાડનાર ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાના અથાગ પ્રયત્નો આ યોજના 
પાછળ પાયાનું બળ સાબિત થયા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્ય સરકારના મંત્રીમંડળ સમક્ષ ધારાસભ્યશ્રીએ કરેલી તાર્કિક રજૂઆતોના પરિણામે આજે કરોડોના ખર્ચે 
પાઈપલાઈનનું નેટવર્ક મંજૂર થયું છે.આ સફળતા પાછળ રાજકીય ઈચ્છાશક્તિ અને લોકપ્રતિનિધિની સક્રિયતાનો સમન્વય જોવા મળે છે. ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ જે રીતે ગાંધીનગરના ગલિયારાઓમાં રાપરની તરસનો અવાજ બુલંદ કર્યો અને રાજ્ય સરકારે જે ત્વરિતતાથી ‘ડબલ એન્જિન’ની ગતિએ વહીવટી મંજૂરીની મહોર મારી, તે લોકશાહીમાં જનતાના વિશ્વાસને વધુ મજબૂત કરે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે છેવાડાના માનવી સુધી સુવિધા પહોંચાડવાના જે વચનો આપ્યા હતા, તેનો આ જીવંત પુરાવો છે.

...........

Comments

COMMENT / REPLY FROM