Trending News
ક્રાઈમ

રાપરના ૨૦૨૨ પોકસો કેસમાં ધાક બેસાડતો ચુકાદો

09 May


રાપર  : આ કામે રાપર પોલીસ સ્ટેશનના ગુના રજી. નં.૧૧૯૯૩૦૧૦૨૨૦ ૩૫૭ / ૨૦૨૨ આઇ.પી.સી કલમ ૩૨૩,૩૯૪(ખ), ૧૧૪ તથા ૩૫૪(એ) તથા પોક્સો એક્ટની કલમ ૮ મુજબનો ગુનો નોંધાયેલો. આ કામના ફરીયાદી ના દીકરાના પતી સાથે આ કામના આરોપી નં. ૦૧ હરેશ સમાભાઇ કોલી વાળાને આડા સંબંધ હોય જેથી ફરીયાદીના દીકરાની પત્ની પોતાના પિયર હોય જેથી ફરીયાદીનો દીકરો તેની પત્ની સાથે ફોનમાં વાત કરતો હોય તે બાબતનું મનદુઃખ રાખી આ કામનો આરોપી નં. ૦૧ હરેશ સમાભાઇ કોલી તથા આરોપી નં. ૦૨ ડાલા સમાભાઇ કોલી ફરીયાદીના ઘરે જઇ ફરીયાદીને મા-બેન સામે ભૂંડી ગાળો બોલી ફરીયાદી તથા સાહેદને જાન થી મારી નાખવાની ધમકી આપી ધકબુછટનો માર મારી તથા આરોપી નં. ૦૩ અરવિંદભાઇ સમાભાઇ કોલી તથા આરોપી નં. ૦૪ ભરતભાઇ સમાભાઇ કોલી પાછળથી 
આવેલ તથા ફરીયાદીની સગીરવયની દીકરીને આ કામનો આરોપી નં. ૦૧ હરેશભાઇ સમાભાઇ કોલી વાળાએ છાતીના ભાગે સ્પર્શ કરી ધક્કો મારી છેડતી કરી ગુનો કરવા એકબીજા ને મદદગારી કરી ગુનો કરેલ. આ કેસ નામદાર સ્પે. 
પોક્સો જજ શ્રી અંદલીપ તિવારી સાહેબ ભચાઉનાઓ સમક્ષ કેસ ચાલેલો જેમાં પ્રોસીક્યુશન દ્વારા કુલ ૦૮ સાહેદોને તપાસવામાં આવેલા અને ૦૯ જેટલા દસ્તાવેજી આધારો રજુ કરવામાં અવેલા જેમાં નામદાર કોર્ટે પુરાવાઓ 
પુર્ણ થયા બાદ બંને પક્ષોની દલીલો ધ્યાને લઇ જેમા સરકાર તરફે સરકારી વકીલ શ્રી મહેંદ્રસિંહ આર. જાડેજા અને ધર્મેન્દ્રસિંહ એસ. જાડેજા હાજર રહી ધારદાર દલીલો કરેલ અને આરોપી વિરુદ્ધ 
પૂરતા પુરાવા હોઈ આરોપી નં. ૦૧ હરેશ સમાભાઇ કોલીને ઉપરોક્ત ગુના સબબ ૦૩ વર્ષની સખત કેદની સજા તથા રૂ.૭૦૦૦/- નો દંડ અને જો દંડની રકમ ન ભરે તો ૦૩ 
મહિનાનીસજા તથા આરોપી નં. ૦૨ ડાલા સમાભાઇ કોલી, આરોપી નં. ૦૩ અરવિંદભાઇ સમાભાઇ કોલી તથા 
આરોપી નં. ૦૪ ભરતભાઇ સમાભાઇ કોલી ૦૨-૦૨ વર્ષની સાદી સજા તથા રૂ. ૨૦૦૦/- નો દંડ અને જો દંડની રકમ ન ભરે તો ૦૧ મહિનાની સજા કરેલ છે આ કેસમાં ફરીયાદી તરફે સરકારી વકીલશ્રી મહેંદ્રસિંહ આર. જાડેજા અને ધર્મેન્દ્રસિંહ એસ. જાડેજાએ હાજર રહી કેસ ચલાવેલ.

Comments

COMMENT / REPLY FROM