Trending News
સ્થાનિક સમાચાર

રંગારંગ કાયૅક્રમ સાથે પ્રથમ કચ્છ કલગી"એવોર્ડ-૨૦૨૬ એનાયત થયા

08 May


ભુજ - કચ્છઉદય : જયશ્રી ફાઉન્ડેશન ભુજ દ્વારા  વિશેષ કાર્યક્રમ "પરમાર્થ"નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાહિત્યકાર શ્રી રામમોરી, ‘રાધા-યોગ થી વિયોગ સુધીની ગાથા’રજુ કરેલ, તો લોકગાયક અનિરુદ્ધ આહીર -“શ્યામ રંગ” પર ગીતો રજુ કરેલ ત્યારબાદ નૃત્યનાદ - ધ ડાન્સ સ્ટુડિયોનાં આટિસ્ટિીક ડિરેકટર યેશા વત્શલ ઠકકર અને  નૂત્ય નાટિકાના લેખક દિગ્દર્શક સચિન પરમાર અને પચાસ જેટલી બાલિકાઓ દ્વારા નાટ્યશાસ્ત્રમાં વર્ણિત “નવરસ”ને ભગવાન શ્રીકૃષ્ણના જીવનના પ્રસંગો સાથે સંલગ્ન કરી "શ્રી કૃષ્ણ શરણં મમ" નામે એક નૂત્ય નાટિકા રજુ કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ રીતે સાહિત્ય,સંગીત, નૃત્યના કાલામયી ત્રિવેણી સંગમના સ્પશૅ થી સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું. 
જયશ્રી ફાઉંડેશનના ફાઉન્ડર એન્ડ ચેરમેન મિલન સોની તેમજ પ્રેસિડેન્ટ દેવયાની સોની તેમજ ટ્રસ્ટી સુભાષભાઈ સોનીએ જણાવ્યું હતું કે, જયશ્રી ફાઉન્ડેશન દ્વારા સમાજસેવા, સાંસ્કૃતિક અને પ્રેરણાદાયી પ્રવૃત્તિઓે ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે. આ પ્રસંગે કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રગટ્ય કરી ૩૦૦ ચકલીઘરનું વિતરણ કરાયું હતું. મોહનલાલ શામજી પાટડિયા સોની દ્વારા આયોજકોનું સન્માનપત્ર આપી બહુમાન કરવામાં આવ્યુ હતું.
કચ્છના તેમજ કચ્છની બહાર વસતા કચ્છીઓ કે જેમણે દેશ - વિદેશમાં પોતાની કાર્યલક્ષીથી વિશ્વ લેવલે કચ્છનું નામ રોશન કરેલ છે. તેવા ૧૧ કચ્છીઓને "કચ્છ કલગી" એવોર્ડ - ૨૦૨૬થી સન્માનિત કરાયા હતા. એવોર્ડસની પસંદગી સમિતિમાં મિલન સોની, દેવયાની સોની, ડો. કાંતિભાઈ ગોર, ગૌતમભાઈ જોશી, ડો. દક્ષાબેન મહેતા, પારૂલબેન પટેલ (વડોદરા) રહ્યાં હતા. એવોર્ડમાં સમાજ રત્ન એવોર્ડ પ્રબોધ હીરાચંદ મુનવર (શાહ) (માનવજ્યોત), સમાજ સેવા એવોર્ડ ડો. રોનિત પુષ્પકાંતભાઈ શાહ, સાહિત્ય એવોર્ડ કોકિલા જયંત ગડા ’કોકી’, શિક્ષણ એવોર્ડ ઉષ્મા પ્રતીમ શુક્લા, લોકગાયક એવોર્ડ અનિરૂદ્ધ આહીર, ભારતીય શાસ્ત્રીય નૃત્ય એવોર્ડ (કથક) યેશા વત્સલ ઠક્કર, ફોટોગ્રાફી એવોર્ડ અરવિંદ નાથાણી, રમતગમત એવોર્ડ (યોગાસન) હીના રાજગોર, હસ્તકલા એવોર્ડ (કચ્છી ભરત) ડો. દિવ્યા રાહુલ દેઢીયા, હસ્તકલા એવોર્ડ (ક્રોશેટિંગ) કાજલ બચુભાઈ દનેચા, ચાઈલ્ડ એવોર્ડ (બેડમિન્ટન) યશ્વી ભાવેશ ભટ્ટને એવોર્ડસ એનાયત કરવામાં આવ્યા હતા. 
કાર્યક્રમમાં એસ.પી. પશ્ચિમ કચ્છ વિકાસ સુંડાના પત્ની અનીદ્રિષા હજારિકાજી, દેવાંશીબેન ગઢવી - કચ્છ જિલ્લા યુવા વિકાસ અધિકારી, મનોજકુમાર પાંડે સર- સ્મૃતિવન ભૂકંપ સંગ્રહાલય ડિરેક્ટર સોલા ભાગવત વિદ્યાપીઠ (અમદાવાદ), અનંતકૃષ્ણ શાસ્ત્રીજી (શ્રીકૃષ્ણશંકર શાસ્ત્રીજીના પ્રપૌત્ર અને યુવા કથાકાર), સોની સમાજ પ્રમુખ રાજેશભાઈ મંડલીયા, મહિલા અધ્યક્ષ મિતાબેન કોઢીયા, યુવા પ્રમુખ કુલદીપભાઈ ગેરીયા, ચંદ્રકાન્ત વી. કોંઢિયા -નિવૃત નાયબ ઉદ્યોગ કમીશ્નર, શિતલબહેન પ્રશાંતભાઈ ચાંપાનેરીયા, ઝવેરીલાલ સોનેજી, હરેશભાઇ દરજી વગેરે મહાનુભાવો ઉપસ્થિતિ રહ્યાં હતા. જય સોની, હિરવા સોની, વત્સલ ઠક્કર, યશ બુદ્ધભટ્ટી, હર્ષવી બુદ્ધભટ્ટી, રાજ સોલંકી, મોહિત કોંઢિયા, રાહુલ કોટક, કમલેશ કોંઢિયાનો સહકાર રહ્યો હતો. સંચાલન કપિલ ગોસ્વામીએ કરેલ હતું.
----

 

Comments

COMMENT / REPLY FROM