Trending News
સ્થાનિક સમાચાર

પશ્ચિમ કચ્છમાં ૧૮૦ વીજ જોડાણોમાં ગેરરીતિ બદલ ૮૮.૮૪ લાખનો દંડ

08 May




ભુજ - કચ્છઉદય : પશ્ચિમ કચ્છ ભુજ વર્તુળ કચેરી હેઠળની વિવિધ પેટા વિભાગીય કચેરીઓમાં પીજીવીસીએલ દ્વારા ગત તા. ૪ થી ૮/૫ દરમિયાન વીજ ચેકિંગની વ્યાપક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત ભુજ શહેર અને ગ્રામ્ય, માંડવી શહેર અને ગ્રામ્ય સહિત કુકમા, ભુજોડી, નખત્રાણા, મુંદ્રા, ગુંદાલા અને ખાવડા જેવા વિસ્તારોમાં ૨૪ જેટલી વીજ ચેકિંગ ટીમો દ્વારા સઘન તપાસ કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન કુલ ૨૨૨૬ વીજ જોડાણોની ચકાસણી કરવામાં આવી હતી, જેમાંથી ૧૮૦ જોડાણોમાં વિવિધ પ્રકારની ગેરરીતિઓ માલૂમ પડી હતી. આ ગેરરીતિ બદલ તંત્ર દ્વારા કુલ ૮૮.૮૪ લાખ રૂપિયાના દંડકીય બિલો ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

------ 

 

Comments

COMMENT / REPLY FROM