આંતર જીલ્લા ટી-૨૦ ક્રિકેટ ટૂર્નામેન્ટ ચેમમાં જામનગર સામે ભુજની ટીમનો ૬ વિકેટે વિજય
પ્લેયર ઓફ ધ મેચ ધ્રુવમ પટેલના ઓલ રાઉન્ડર દેખાવથી કેસીએ ભુજ ટીમનો નોક આઉટ રાઉન્ડમાં પ્રવેશ
ભુજ - કચ્છઉદય : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશન આયોજીત આંતર જીલ્લા ટી૨૦ ક્રિકેટ ટ્નોમેન્ટની સુરેન્દ્રનગર ખાતે રમાયેલી આજની મેચમાં ભુજ ટીમની જામનગર રૂરલ ટીમ સામે ૬ વિકેટથી જીત થઈ હતી.
ટોસ જીતીને જામનગર રૂરલએ પ્રથમ બેટિંગ કરતાં ૨૦ ઓવરમાં ૯ વિકેટના નુકશાને ૧૧૯ રન કર્યા હતા, જેમાં રાહુલ જોશીના ૫૨ રન મુખ્ય હતા. ભુજ વતી ધુવમ પટેલએ ૨ વિકેટ તેમજ રાજેન્દ્રસિંહ સોઢા, વિશાલ જોગી, જયદીપ જોશી, કિશન વરસાણી, નિકુંજ પિંડોરીયાને ૧ -૧ વિકેટ મળી હતી. બીજી ઇનિંગમાં રનનો પીછો કરવા ઉતરેલ કેસીએ ભુજ ટીમને નોક આઉટ રાઉન્ડમાં પહોચવા માટે ૧૬.૧ ઓવરમાં લક્ષ્ય હાંસલ કરવાનું હતું, જે ૧૪.૨ ઓવરમાં ૪ વિકેટના નુકશાને કરી લઈ વટભેર આગળના રાઉન્ડ માટે ક્વોલીફાઈ થઈ ગઇ હતી. ભુજવતી કિશન વરસાણી ૩૨ રન, હિરેન કેરાઈ ૩૦ રન અને પ્લેયર ઓફ ધ મેચ ધ્રુવમ પટેલએ માત્ર ૮ દડામાં ૨૪ રન કર્યા હતા. જામનગર તરફથી હિત રોલાએ ૨ વિકેટ લીધી હતી. ટીમને કચ્છ ક્રિકેટ એસોશિએશનના હોદ્દદારો તેમજ સિલેક્ટરોએ જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. અને આવતી મેચ માટે શુભેચ્છા પાઠવી હતી. કોચ તરીકે મહેશભાઇ પંડ્યા સેવા આપી રહ્યા છે તેમજ ટીમ મેનેજર તરીકે અમિતભાઈ રાઠોડ સાથે જોડાયેલા છે.
----

Comments