Trending News
ક્રાઈમ

વીડી - દેવળિયા રોડ પર બાંધકામ સાઈટ પરથી ૮ હજાર લિટર ડીઝલ પકડાયું  :  કન્ઝયુમર કંપની આડમાં ગેરકાયદે રીતે ઈંધણનો સંગ્રહ કરાયો હોવાનું ખુલ્યું 

08 May

પુરવઠા બાદ પૂર્વ કચ્છમાં પોલીસ પણ એકશનમાં :
મંડળી ના નામે ચાલતા પંપના કૌભાંડનો પર્દાફાશ




ગાંધીધામ : કચ્છમાં એકતરફ ઈંધણની ભારે કટોકટીની સ્થિતી ગત સપ્તાહથી સર્જાવવા પામી ગઈ છે ત્યારે બીજીતરફ અમુક મંડળી સંચાલિત પંપોના નામે મિક્ષ ઓઈલ, બાયોડીઝલ, એમએચઓની આડમાં શંકાસ્પદ પેટ્રાલિયમ પદાર્થોના પણ મોટાપાયે વેપલા બેફામ કરવામાં આવી રહ્યા હોવાનો ભાંડાફોળ હવે પુરવઠા અને પોલીસ વિભાગ દ્વારા તબક્કાવાર કરવામા આવી રહ્યા છે. આ અંગે મળતી વિગતો અનુસાર પુરવઠા વિભાગ દ્વારા પશ્ચીમ કચ્છના ખાવડા અને ધોરડો પટ્ટામાથી બે પંપો તથા પૂર્વ કચ્છ પોલીસ દ્વારા વીડી-દેવળીયા રેાડ પર આવા જ શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થના પંપો પર ગેરકાયદેસર વેપલાના પર્દાફાશ કરવામા આવ્યા છે. ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધના કારણે દેશમાં ઈંધણની કટોકટી ઊભી થઈ છે. એક તરફ હાલમાં પંપો પર ત્રણથી ચાર કિ.મી. લાઈનમાં ઊભા રહો ત્યારે માંડ ડીઝલ મળે છે. સરકાર એમ કહે છે કે, પુરતો જથ્થો છે પરંતુ પંપો ખાલી પડ્યા છે. એક બીજા પર જવાબદારીની ફેંકાફેકી વચ્ચે હાલમાં લોકો પીસાઈ રહ્યા છે. આ વચ્ચે પુરવઠા વિભાગને શરમ નડતા ગત રોજ ખાવડા અને ધોરડો વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં ધોરડોમાં ર૬ હજાર લિટર ડીઝલ કબજે કરવામાં આવ્યું હતું. ખાનગી પેઢીઓ પાસેથી આ ઈંધણ કબજે કરવામાં આવ્યું હતું.જે બાદ હવે પુર્વ કચ્છ એલસીબીએ અંજાર તાલુકાના વીડી - દેવળિયા રોડ પર દેવળિયા ગામની સીમમાં સર્વે નં.રપમાં આવેલ ખોડલ ઈન્ફ્રા (કન્સ્ટ્રકશન)માં દરોડો પાડ્યો હતો. જેમાં ગેરકાયદે ઈંધણ મળી આવ્યું છે. અહીં કન્ઝયુમર (ડીઝલ) પંપની આડમાં શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થનો જથ્થો રાખવામાં આવ્યો હતો. સ્થળ પરથી ૮ હજાર લિટર ઈંધણ કિંમત રૂા.૬.૪૦ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. સરકારની કોઈ પરવાનગી કે એનઓસી સ્થાનિકે ફાયર સેફટીના કોઈ સાધનો ન રાખી શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થને ઈંધણ તરીકે વાહનોમાં ભરવા માટે સંગ્રહ કરવામાં આવતા પોલીસે મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સાથે સ્થળ પરથી મૂળ પાલનપુરના હાલે સાઈડ પર રહેતા પંકજભાઈ રતનસિંહ ડાભીની અટક કરવામાં આવી હતી, જ્યારે શિણાયના જયંતીભાઈ લાલજીભાઈ હડિયા હાજર મળી આવ્યા નથી. અંજાર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. 

..................................

પોલીસ ઉંડી ઉતરે તો ખોડલવાળા જયંતિનું જીએઈસટીનુ પણ મોટું પ્રકરણ આવશે બહાર

જીએસટી વિભાગ પોલીસતંત્ર સાથે આ કેસની તપાસમાં સામેથી સાંધે સંકલન : તો મોટુ 
બોગસ બીલીંગ કાંડ પણ ખુલવાની સેવા છે શંકા


ગાંધીધામ : એકતરફ કચ્છમાં ડીઝલની અછતની સ્થિતી સર્જાયેલી ત્યારે બીજીતરફ હજુય અમુક ભેજાબાજ તત્વો મંડળીની આડમાં શંકાસ્પદ પેટ્રોલિયમ જથ્થા વહેચી રહ્યા હોવાની સ્થિતી સામે આવી છે. એલસીબીએ અહી જે શંકાસ્પદ જથ્થો પકડી પાડયો છે તેમાં ખોડલ કન્સ્ટ્રાકશનવાળા જયંતીનું નામ દર્શાવાયુ છે અને તે ફરાર થઈ જવા પામ્યો છે. જાણકારો કહી રહ્યા છે કે, પંપના નામે અહી શંકાસ્પદ ઓઈલનો વેપલો જ જો પકડાવવા પામ્યો હોય તો જરૂરથી અહી જીએસટીની પણ મોટી ચોરી કરવામા આવતી હોઈ શકે છે. બોગસ બીલીંગનુ પણ અહીથી મોટુ પ્રકરણ સામે આવી શકે તેમ છે. પોલીસ વિભાગે જીએસટી એકમને આ તપાસમાં જોડવા જોઈએ અથવા તો જીએસટી વિભાગે સામે ચાલીને પોલીસથીસંકલન સાંધીને આ કેસમાં વધુ ઉંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ તો જીએસટીના બોગસ બીલો બન્યાનુ પણ બહાર આવી શકે તેમ છે. 


........................

કચ્છઉદયના અહેવાલને સચોટ સમર્થન

ગાંધીધામ તથા ભુજ-અંજાર હાઈવે પરના અમુક પેટ્રોલ પંપોમાં ઈંધણની કટોકટી-તીવ્ર અછતનો આંખ ઉઘાડનારો અહેવાલ આ પ્લેટફોર્મ પરથી રજુ થયો હતો. તેમાં અમુક કન્ઝયુમર -મંડળી સંચાલિત પંપોમાં પણ આ ગેરકાયદેસર વેપલો થતો હોવાનું તથા આવી મંડળીઓ સરકાર અને પ્રશાસનની મહેનત પર પણ પાણી ફેરવી રહી હોવાની ટકોર કરી હતી જે બાદ તંત્ર હરકતમાં આવવા પામ્યું છે. 

.....................

જયંતિ ઝડપાય તો મોટા માથાઓના નામો ખુલશે :

શંકાસ્પદ પેટ્રાલિયમનો જથ્થો આવતો કયાંથી હતો?



શું શિણાયવાળા જયંતી અને ખાવડા-ધોરડોમાથી ઝડપાયેલા પંપોને બાયોડીઝલ-શંકાસ્પદ પેટ્રાલિયમ પદાર્થનો જથ્થો ગાંધીધામમાંથી કોઈ મોટા ડીઝલ માફીયા દ્વારા જ સપ્લાય કરાતો હતો કે કેમ?


ગાંધીધામ : પૂર્વ કચ્છ એલસીબીની ટીમ દ્વારા વીડી દેવળીયા વિસ્તારમાથી જયારે આ પ્રકારે શંકાસ્પદ ઓઈલ-પેટ્રોલિય પદાર્થનો વેપલો ખુલો પાડયો છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, આ કેસમાં જયંતી લાલજી હડીયાનુ નામ બહાર આવ્યુ છે આ શખ્સ જો પકડાય અને પુરવઠા વીભાગ, પોલીસતંત્ર,જીએસટી સહિતના વિભાગ વાળા તેના કડક રીમાન્ડ મેળવે, પુછતાછ કરે તો મોટુ ભોપાળુ અને તેની પાછળના કઈક મોટા માથાઓના નામો પણ બહાર આવવા પામી શકે તેમ મનાય છે. તપાસનો વિયષ તો અહી એ જ બની રહ્યો છે કે, હકીકતમાં જયંતીના આપંપ પર શંકાસ્પદ પેટ્રાલિયમ પદાર્થ આવતો કયાંથી હતો? તેને સપ્લાય કોણ કરતુ હતુ?


.........................

ધોરડો વિસ્તારમાંથી ૨૬ હજાર લીટર ગેરકાયદેસર ડિઝલનો જથ્થો ઝડપાયો

ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ખાવડા અને ધોરડો વિસ્તારમાં ડિઝલના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ થતું હોવાની ફરિયાદો ઉઠી હતી. આ ગંભીર બાબતને ધ્યાને લઈને જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ગત તા. ૬/૫ના રોજ ધોરડો પંથકમાં આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન બે અલગ-અલગ સ્થળોએથી કોઈપણ આધાર પુરાવા કે બિલ વગરનું ડિઝલ જેવું જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી મળી આવ્યું હતું. તપાસમાં એક ટેન્કમાંથી ૨૦,૦૦૦ લીટર અને એક બ્રાઉઝરમાંથી અંદાજે ૬,૦૦૦ લીટર મળી કુલ ૨૬,૦૦૦ લીટર જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો.સ્થળ પર હાથ ધરાયેલી પ્રાથમિક તપાસમાં ટેન્કનો જથ્થો આર.એસ. કન્સ્ટ્રક્શનનો અને બ્રાઉઝર હર્ષ અર્થમુવર્સનું હોવાનું સામે આવ્યું હતું. તપાસ સમયે જે-તે પેઢીઓ પાસે આ જથ્થા અંગેના કોઈ બિલ કે લાયસન્સ ઉપલબ્ધ ન હોવાથી પુરવઠા વિભાગે કડક કાર્યવાહી કરી હતી. અધિકારી દ્વારા અંદાજે ૨૬,૦૦૦ લીટર પેટ્રોલિયમ પ્રવાહી તેમજ ટાંકા અને બ્રાઉઝર સહિત કુલ ૨૦,૮૦,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. આ મામલે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી તેજ કરવામાં આવી હોવાનું અખબાર યાદીમાં જણાવાયું છે.


 

Comments

COMMENT / REPLY FROM