ખાવડા અને ધોરડો વિસ્તારમાંથી પુરવઠા શાખા દ્વારા ડીઝલનું વેચાણ કરતા ઈસમોને ઝડપી પાડ્યા
જિલ્લામાં ભુજ તાલુકાના ખાવડા અને ધોરડો વિસ્તાર બાજુ ડિઝલનું ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ થતું હોવાની ફરીયાદો વચ્ચે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ૬મેના ધોરડો બાજુ આકસ્મિક તપાસણી હાથ ધરી, ૨ અલગ-અલગ જગ્યાએથી કોઈ પણ જાતના આધારો કે બિલ વિનાના ડિઝલ જેવું જવલનશીલ પેટ્રોલીયમ પ્રવાહી ભરેલ ૧ ટેન્ક જેમાં કુલ ૨૦,૦૦૦ લીટર જથ્થો અને ૧ બ્રાઉઝર જેમાં અંદાજીત ૬૦૦૦ લીટર જથ્થો પકડી પાડેલ છે. સ્થાનિકે ટેન્કનો જથ્થો આર.એસ. કન્ટ્રક્શન અને બ્રાઉઝર હર્ષ અર્થમુવર્સનું હોવાનું જણાઈ આવેલ હતું. તપાસ સમયે પેઢીઓ પાસેથી કોઈ જ પ્રકારના આધાર, બિલ કે લાયસન્સ રજુ થયેલ ન હોય, આ બન્ને સ્થળેથી મળેલ અંદાજીત કુલ ૨૬૦૦૦ લિટર ડિઝલ જેવો જ્વલનશીલ પેટ્રોલીયમ પ્રવાહીનો જથ્થો અને ટાંકા - બાઉઝર સાથેની કુલ કિંમત રૂા.૨૦,૮૦,૦૦૦ સાથેનો મુદામાલ સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હોવાનું જિલ્લા પુરવઠા અધિકારીની અખબાર યાદીમાં જણાવાયું છે.
----

Comments