કંડલાથી ઓરિસ્સા મોકલવાનું ૪૦.૭૧ લાખનું ઈન્ડસ્ટ્રીયલ ફ્યુલ ઓઈલ સગેવગે કરાયું
ઈન્દોર પાસે ટેન્કરમાંથી માલ કાઢી લેવાયો : ડ્રાઈવર સહિત ૩ સામે ગુનો નોંધાયો
ગાંધીધામ - કચ્છઉદય : પૂર્વ્ કચ્છમાં કંડલા બંદર અને કંપનીઓના કારણે માલસમાનની હેરાફેરી થતી હોય છે, ત્યારે તાજેતરમાં કંડલાથી ઓરિસ્સા ખાતે માલ મોકલવામાં આવ્યો હતો, જે ૪૧ લાખનું ઓઈલ સગેવગે કરવામાં આવતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ આદિપુરમાં રહેતા ટ્રાન્સપોર્ટર રમેશભાઈ વજાભાઈ અવાડિયાએ જણાવ્યું કે, તેમની કંપનીને અરિહંત કેમ ટ્રેડ એલએલપી કંપની દ્વારા ટેન્કર મારફતે કંડલાથી ઓરિસ્સાના બરબીલ ખાતે ૩૪.ર૧૦ ટન ઈન્ડસ્ટ્રીયલ ફયુલ ઓઈલ મોકલવા માટે ઓર્ડર આપવામાં આવ્યો હતો. ૩૪.ર૧૦ ટન માલ કિ.રૂા. ૪૦,૭૧,૦૯૩નો જથ્થો કંપનીના ટેન્કર નંબર એન.એલ. ૦૧ એઈ રરપ૮ના ડ્રાઈવર ભુરારામ સિરામારામ ગોદારા, રૂપારામ સિરામારામ ગોદારા અને રેખારામ ભુરારામ ગોદારાએ પોતાના આર્થિક ફાયદા માટે ઈન્દોર પાસે પિથમપુર રિંગરોડ નજીક ટેન્કરમાંથી ઈન્ડીસ્ટ્રીયલ ફયુલ ઓઈલનો જથ્થો કાઢી લીધો હતો. આ માલ નિયત જગ્યાએ પહોંચાડવામાં આવ્યો ન હતો. કંડલાના અંબાજી ટર્મિનલથી માલ ભરવામાં આવ્યો હતો. કંડલા મરીન પોલીસે આ બાબતે ત્રણ શખ્સો સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
......

Comments