Trending News
ક્રાઈમ

મોટા ભાડરામાં સોલારના પ્લાન્ટમાં ૧૦.૮૦ લાખનો સામાન ચોરાયો 

07 May


અજાણ્યા ઈસમો સોલાર મોડ્યુલની ર૧૬ પેનલો ઉઠાવી ગયા 



ભુજ - કચ્છઉદય : ખાવડા ખાતે વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક તૈયાર થયો છે, તેની સાથે વાગડમાં અને લખપતમાં મોટા પ્રમાણમાં પવનચક્કી, સોલારના કામ થઈ રહ્યા છે. એક સમયે જે સરહદો સુની હતી, તે આજે ઔધોગીક અવર જવરથી ધમધમી રહી છે. પરંતુ તેની સાથે સડો પણ વકરી રહ્યો છે. અવાર નવાર પવનચક્કી હોય કે, સોલાર પ્લાન્ટ વિવિધ પ્રકારના કેબલ વાયર, સામાન, ઓઈલની ચોરીની ઘટનાઓ બનતી હોય છે. લખપત તાલુકાના મોટા ભાડરા સીમ વિસ્તારમાં એેસજેવીએન ગ્રીન એનર્જી કંપની દ્વારા ર૬૦ મેગા વોટનો સોલાર પાવર પ્લાન્ટ પ્રોજેકટ લગાવવામાં આવ્યો છે. આ પ્રોજેકટમાં એમ પોસ્ટ પાસે રાખવામાં આવેલ ૬ બોક્સમાં સોલાર મોડ્યુલની ર૧૬ પેનલ રાખવામાં આવી હતી, જેની ચોરી કરવામાં આવી છે. કુલ ૧૦ લાખ ૮૦ હજારના સામાનની ચોરી કરવામાં આવી હતી. જે અંગે દયાપર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, કંપનીઓની સાથે ખેતરો અને વાડી વિસ્તારમાં પણ અવારનવાર કેબલ ચોરીની ઘટના સામે આવે છે. જેના કારણે ખેડૂત અને શ્રમજીવી વર્ગમાં પણ ઉચ્ચાટ ફેલાયો છે. તસ્કરો સામે કડક કાર્યવાહી કરાતી નથી, જે પણ હકીકત છે.

.......

Comments

COMMENT / REPLY FROM