Trending News
સ્થાનિક સમાચાર

કંડલા કસ્ટમની રેડ બાદ દાણચોર બની બેઠેલ ‘મનપ્રિત’નો ગળપાદરનો  અડ્ડો ફરી ચર્ચામાં : બેનામી પ્રવૃત્તિઓના અડ્ડા પર તંત્રની રહેમનજર કેમ?

07 May

દારૂ-સિગારેટ-સોપારીમાં ચકચારી બની બેઠલ મનપ્રિત પર ફરી એજન્સી ત્રાટકી!



ઝોનમાં અગાઉ સોપારી દાણચોરીમાં જેલવાસ ભોગવી ચુકેલ, તે બાદ ગળપાદર રોડ પર પ્રસિદ્ધ ધાર્મિક સ્થાનની બાજુમાં તેના ગોડાઉનમાથી દારૂનો જથ્થો મળવા સહિતના કિસ્સામાં ચકચારી રહેલ આ બની બેઠેલ મનપ્રિત પર કંડલા કસ્ટમ એસઆઈઆઈબીની ટીમો ત્રાટકી પણ બધું જ સમુસુથરૂં સેકંલાઈ જતા ચર્ચાઓ થઈ વહેતી 


મનપ્રિતના અડ્ડા પર ક્રોસ વેરીફીકેશનમાં ખુલેલા રહસ્યોને ડામી દેવા માટે બેઠેલ તેનો આક્કા અજીત એ કેટલાની કરાવી તોડ? કોના-કોના ગજવા થયા ગરમ? 

આ બની બેઠલા મનપ્રિતને કાયદાનુ ભાન કરાવો, તેના અડ્ડાને સીલ કરાવો નહી તો - ધાર્મિક સ્થાનની મર્યાદાનો ભંગઃ પવિત્ર સ્થાનની બાજુમાં જ અસામાજિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર કેમ ચલાવી શકાય? તંત્રની નિષ્ક્રિયતાઃ વારંવાર ગુનાહિત ઈતિહાસ હોવા છતાં પોલીસ અને કસ્ટમ દ્વારા કાયમી સીલ કેમ નહીં?- રાષ્ટ્રીય સુરક્ષાનો પ્રશ્નઃ બેનામી વસ્તુઓના નામે દેશ વિરોધી તત્વોને પ્રોત્સાહન મળવાની શક્યતા.


સુપ્રસિધ્ધ ધાર્મિક સ્થાનના શ્રેષ્ઠીઓ પણ આવે આમા : આવા અડાને બંધ કરાવા તંત્રને આપો આવેદન


ખાટલે મોટી ખોટ : ગળપાદર રોડ પર સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થાનની બાજુમાં અગાઉ પણ બેનામી ધંધાઓની હેરફેરમાં પકડાઈ ચૂકેલ આ બની બેઠલ મનપ્રિતને ફરીથી આ ગોડાઉન કોણે આપ્યુ? શું મનપ્રિત એકલો જ આ ગોડાઉન સંચાલન કરે છે કે પછી અન્યોના નામે આ ગોડાઉન મનપ્રિત રાખ્યુ છે? બની બેઠલા દાણચોર મનપ્રિત થકી જો જો કોઈ પ્રતિષ્ઠીત લોકોને પણ છાંટા ન ઉડી જાય? 

આ બની બેઠલ મનપ્રિત દાણચોરીની આદતથી ટેવાયેલો છે, કયાંક ને કયાંક તેની સાથે ભાગીદારી કરનારાઓનું નામ પણ જાણતા અજાણતા આવા કારનામોમાં ચમકી ન જાય..?


ગાંધીધામ : કચ્છના ગળપાદર રોડ પર ધાર્મિક સ્થાનની નજીક આવેલા એક કુખ્યાત અડ્ડા પર તાજેતરમાં કંડલા કસ્ટમની ટીમે દરોડા પાડતા સમગ્ર 
પંથકમાં ચકચાર મચી ગઈ છે. સોપારી, દારૂ અને સિગારેટ જેવા પ્રતિબંધિત અને બેનામી માલના સંગ્રહ માટે જાણીતા આ અડ્ડાના સંચાલક ‘બની બેઠેલા મનપ્રિત’ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાને બદલે અમદાવાદની એજન્સીઓ દ્વારા મામલો દબાવી દેવામાં આવ્યો હોવાની વ્યાપક ચર્ચા જાગી છે. ગુજરાતનું દરિયાકાંઠું અને બંદરીય વિસ્તારો આર્થિક સમૃદ્ધિના દ્વાર ગણાય છે, પરંતુ તેની આડમાં ચાલતા બેનામી કાળા કારોબારો હવે સુરક્ષા એજન્સીઓ માટે પડકારરૂપ બની રહ્યા છે. તાજેતરમાં કચ્છના 
ગળપાદર વિસ્તારમાં એક ‘બની બેઠેલા મનપ્રિત’ના અડ્ડા પર કંડલા કસ્ટમ દ્વારા કરવામાં આવેલા દરોડા અને ત્યારબાદ જે રીતે મામલાને થાળે પાડવાના પ્રયાસો થયાની ચર્ચાઓ વહેતી થઈ છે, તે વહીવટી તંત્રની 
પારદર્શકતા સામે ગંભીર સવાલો ઉભા કરે છે. જાણકારોની વાત માનીએ તો ગળપાદર રોડ પર ધાર્મિક સ્થાનની પવિત્રતાની ઓથમાં ચાલતો આ અડ્ડો કોઈ નવો નથી. ભૂતકાળમાં દારૂ, સિગારેટ અને અન્ય પ્રતિબંધિત વસ્તુઓના સંગ્રહ માટે આ સ્થળ અને તેનો સંચાલક અનેકવાર વિવાદોમાં આવી ચૂક્યા છે. ડ્ઢઇૈં જેવી કેન્દ્રીય એજન્સીઓ દ્વારા અગાઉ કાર્યવાહી કરાઈ હોવા છતાં, જેલવાસ ભોગવીને બહાર આવેલો આ શખ્સ ફરીથી એ જ ઠાઠથી ‘રી એક્સપોર્ટ’ અને ‘ક્રેન લોજિસ્ટિક્સ‘ના નામે બેનામી સામ્રાજ્ય ચલાવે તે તંત્રની નિષ્ફળતા સૂચવે છે. 
એક્સપોર્ટના નામે કચરો મોકલી કીમતી માલ સ્થાનિક બજારમાં ઘુસાડવાનું નેટવર્ક (ડ્ઢ્‌છ ડ્ઢેદ્બૈહખ્ત) રાષ્ટ્રીય તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડી રહ્યું છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જ્યારે કસ્ટમ જેવી એજન્સી તપાસ કરે અને બધું જ સ્પષ્ટ હોવા છતાં ‘તાવણું’ (સેટલમેન્ટ) થઈ જતું હોય. ચર્ચા મુજબ, અમદાવાદની એજન્સીઓમાં બેઠેલા કેટલાક ભ્રષ્ટ તત્વો અને ભૂતકાળમાં વિવાદિત રહી ચૂકેલા કસ્ટમના પૂર્વ કર્મીઓની મધ્યસ્થીથી આ કેસ પર પડદો પાડવામાં આવ્યો છે. જો તપાસ એજન્સીઓ જ ગુનેગારોને છાવરતી હોય, તો સામાન્ય પ્રજાએ ન્યાયની આશા ક્યાં રાખવી? ‘દૂધનું દૂધ અને પાણીનું પાણી’ કરવાને બદલે જો ભ્રષ્ટાચારનો મલાઈદાર ઘાટ ઘડાતો હોય, તો તે શાસન વ્યવસ્થા માટે શરમજનક છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મામલે અમદાવાદની કેટલીક એજન્સીઓ સાથે મોટી રકમની લેતીદેતી થઈ હોવાની આશંકા છે. અગાઉ કસ્ટમમાં રહી ચૂકેલા અને વિવાદિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ‘અજીત’ નામના શખ્સે આ બની બેઠેલા મનપ્રિતના છેડા અમદાવાદ સુધી જોડી આપી કેસ પર પડદો પાડવાનો પ્રયાસ કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ભૂતકાળમાં ડ્ઢઇૈં જેવી એજન્સીઓના હાથે ઝડપાયેલો અને જેલવાસ ભોગવી ચૂકેલો આ શખ્સ કોના જોરે ફરીથી આટલો સક્રિય થયો છે તે એક મોટો પ્રશ્ન છે.સ્થાનિક જનતા અને જાગૃત નાગરિકોની માંગ છે કે ગુજરાત 
પોલીસ અને ડ્ઢઇૈં દ્વારા આ મામલે ઉંડી તપાસ કરવામાં આવે અને આ નેટવર્કને પ્રોત્સાહન આપનારા ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ પણ કડક 
પગલાં લેવામાં આવે. જો હજુ પણ આ અડ્ડો ધમધમતો રહેશે, તો આગામી સમયમાં પૂર્વ કચ્છ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ માટે મોટી આફત સર્જાઈ શકે છે. 
તંત્રએ હવે જાગવાની જરૂર છે. મુંદરા, ગળપાદરથી લઈને કંડલા સહિત ફેલાયેલા  આ ભ્રષ્ટાચારના છેડા કાપવા અનિવાર્ય છે. પ્રજા જોઈ રહી છે કે કાયદો માત્ર નબળા માટે છે કે આવા ‘સંગઠિત ગુનેગારો’ માટે પણ? ગળપાદરનો આ કિસ્સો માત્ર એક દરોડાની વાત નથી, પણ ભ્રષ્ટ સિસ્ટમ અને સિન્ડીકેટ. વચ્ચેની એવી મિલીભગતનો 
પર્દાફાશ છે, જેનો અંત લાવવો રાજ્યની સુરક્ષા અને અર્થતંત્ર બંને માટે જરૂરી છે.બનશે જેને કાબૂમાં લેવું મુશ્કેલ બની જશે.

...........



લોજિસ્ટીકના ક્ષેત્રમાં બરકત કરવાના નામે ચાલતું મોટું નેટવર્ક?


મળતી વિગતો મુજબ, આ શખ્સ ‘ક્રેન લોજિસ્ટિક’ના નામે બરકત કરી લેવાના નામો હેઠળ વિદેશથી કીમતી ચીજવસ્તુઓ મંગાવે છે. આ માલ એક્સપોર્ટ કરવાને બદલે સ્થાનિક માર્કેટમાં ડમ્પ કરી દેવામાં આવે છે અને એક્સપોર્ટના કન્ટેનરમાં માત્ર કચરો ભરીને રવાના કરી દેવાનું મોટું કૌભાંડ ચાલી રહ્યું હોવાનું મનાય છે. કહેવાય છે કે, એપ્રીલ માસના અંતિમ સપ્તાહમાં કસ્ટમની તપાસમાં સ્ટોક વેરિફિકેશન દરમિયાન અનેક વિસંગતતાઓ સામે આવી હોવા છતાં, હજુ સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. તેની સામે કોઈ મોટી કાર્યવાહી થતી જોવાઈ નથી.

..........


પૂર્વ કચ્છ પોલીસ તથા સુરક્ષા એજન્સીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો


ગાંધીધામ : ગળપાદર સ્થિત આ અડ્ડો અગાઉ પણ દારૂ અને સિગારેટના ગેરકાયદેસર સંગ્રહ માટે વિવાદમાં રહ્યો છે. જો સમયસર આ અડ્ડાને કાયમી ધોરણે બંધ કરવામાં નહીં આવે, તો ભવિષ્યમાં સોપારી અને સિગારેટની આડમાં ડ્રગ્સ જેવો જીવલેણ માલ પણ લોકલ માર્કેટમાં ઉતારવામાં આવે તેવી ભીતિ સેવાઈ રહી છે. પૂર્વ કચ્છ પોલીસે આ બની બેઠેલા મનપ્રિતના આવા દાણચોરીનો મોલ સગ્રહ કરવાના મોટા અડ્ડા સમાન ગોડાઉન પર વોચ રાખવી જોઈએ અને વેળાસર જ આ બની બેઠેલ મનપ્રિતને વિવાદીત મુદામાલ સાથે ઝડપી અને તેની સામે ધાક બેસાડતી કાર્યવાહી કરવી જોઈએ. નહી તો આ બની બેઠલ સરદાર ભવિષયમાં અહી ડ્રગ્સ સહિતની વસ્તુઓ ઠાલવી જશે તો તે વખતે સમગ્ર પોલીસતંત્ર માટે આબરૂ બચાવવી અઘરી બની જશે.આજે જે અડ્ડા પર માત્ર 
સોપારી કે સિગારેટની હેરાફેરીની વાત છે, આવતીકાલે ત્યાંથી ડ્રગ્સ કે હથિયારો જેવો દેશવિરોધી માલ પસાર થાય તો જવાબદાર કોણ? પોલીસ અને ગુપ્તચર એજન્સીઓએ માત્ર નાના પ્યાદાઓ પર ધ્યાન આપવાને બદલે આવા કાયમી અડ્ડાઓને નેસ્તનાબૂદ કરવા જોઈએ. જો આ ‘બની બેઠેલા મનપ્રિત’ના સામ્રાજ્યને અત્યારે જ સીલ કરવામાં નહીં આવે, તો ભવિષ્યમાં આ વિસ્તાર ગુનાખોરીનું એવું કેન્દ્ર બનશે જેને કાબૂમાં લેવું મુશ્કેલ બની જશે.

.........

 

Comments

COMMENT / REPLY FROM