Trending News
રમત જગત

સાંસદ ક્રિકેટ ટૂર્નામેન્ટની જામતી રંગત 

06 May



ભુજ - કચ્છઉદય : કચ્છ લોકસભા પરિવાર તેમજ સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ ભુજ દ્વારા સાંસદ ઓપન કચ્છ ડે-નાઈટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન - ૪ આયોજીત કરવામાં આવેલ છે. જેના સૌજન્ય સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ દ્વારા આયોજક સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે ટુર્નામેન્ટમાં કચ્છ, મોરબી, માળીયા લોકસભા ક્ષેત્રમાં આવતાં ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. જયુબિલી ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ મેચોમાં ૪૦૦ થી વધુ ટીમો ભાગ લઈ રહી છે. કાર્યક્રમ માં દરરોજ નામી અનામી કચ્છ જીલ્લાના જન પ્રતિનિધિઓ, અધિકારીઓ - પદાધિકારીઓ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહન સાથે ખેલાડીઓનો ઉત્સાહ વધારવા ખેલ રસિકોને ટુર્નામેન્ટ દરમ્યાન ઉપસ્થિત રહેવા સાંસદ વિનોદભાઇ ચાવડા જણાવ્યું હતું.
પાંચમી મેના ત્રીજા દિવસની જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે રમાતી ક્રિકેટ મેચમાં પ્રથમ મેચ “માં ભવાની ઇલેવન માધાપર”અને માં “શક્તિ ઇલેવન કુકમા”વચ્ચે રમાઇ જેમાં “માં ભવાની ઇલેવન માધાપર”ની જીત થઇ હતી. બીજી મેચ ઓમ કચ્છ વાલ્મીકી ઇલેવન અને આરઆરમાધાપર ઇલેવન વચ્ચે રમાઇ જેમાં ઓમ કચ્છ વાલ્મીકી ટીમ” વિજેતા થઇ હતી. ત્રીજી મેચ “વોરિયર ઇલેવન અને આયર્ન ઇલેવન ભુજ વચ્ચે રમાઇ હતી. જેમાં આયર્ન ઇલેવન ભુજ વિજેતા થઇ હતી. ચોથી મેચ “ગોઇન્ગ ઇલેવન માનકુવા” અને“ બાઝ ઇલેવન ભુજ”વચ્ચે રમાઇ જેમાં બાઝ ઇલેવનની જીત થઇ હતી. પાંચમી મેચ “રોયલ મ્ઇલેવન” અને “રોયલ ફુટવેર ઇલેવન ભુજ” વચ્ચે રમાઇ જેમાં રોયલ બી ઇલેવન” વિજેતા થઇ હતી. છઠ્ઠી મેચ એજી ઇલેવન ભુજ” અને ટાટા ઈલેવન ભુજ” વચ્ચે રમાઇ જેમા એજી ઇલેવન ભુજ”વિજેતા થઇ હતી. મેચ વ્યવસ્થા કુલદીપસિંહ જાડેજા દ્વારા થઈ હતી. ભુજ તાલુકાના મિરજાપર ગામે ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ દિવસની મેચ જય માતાજી ૧૧ માધાપર અને ફ્રેન્ડસ ૧૧ લોડાઈ વચ્ચે રમાઇ જેમાં જય માતાજી ૧૧ માધાપરની જીત થઇ હતી. બીજી ત્રીજી મેચ ધરતી ૧૧ ધમડકા અને મારૂ ં૧૧ ગાંધીધામ વચ્ચે રમાઈ જેમાં મારૂ ં૧૧ ગાંધીધામની જીત થઇ હતી. ત્રીજી મેચએ વર્ધમાનનગર અને ઉમિયા ૧૧ મંજલ વચ્ચે રમાઈ જેમાં ઉમિયા ૧૧ મંજલની જીત થઇ હતી. ચોથી મેચ કંડલા ૧૧ અને એવેન્જર્સ વચ્ચે રમાઈ હતી જેમાં કંડલા -૧૧ની જીત થઇ હતી. પાંચમી મેચ અર્તન ૧૧ અને વોરિયર ૧૧ વચ્ચે રમાઈ જેમાં અર્તન ૧૧ની જીત થઇ હતી. છઠ્ઠી મેચ સ્વસ્તિક ઇન્ફોટેક ૧૧ અને નાઈટ રાઇડર્સ ભુજ વચ્ચે રમાઈ હતી જેમાં સ્વસ્તિક ઇન્ફોટેક ૧૧ની જીત થઇ હતી અને સાતમી મેચ રાઈઝિંગ સ્ટાર્સ અને ખોડીયાર ૧૧ ભુજ વચ્ચે રમાઈ હતી જેમાં રાઈઝિંગ સ્ટાર્સની જીત થઇ હતી. આ મેચના શુભારંભ પ્રસંગે નરેશ મહેશ્વરી, હિતેશ ગોસ્વમી, મોહન ચાવડા વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મેચો દરમ્યાન ખેલાડીઓને પ્રોત્સાહન આપવા જુરી કમિટીના સભ્યો હાજર રહી પ્રોત્સાહન આપતા રહે છે.
---------

Comments

COMMENT / REPLY FROM