Trending News
સ્થાનિક સમાચાર

રિજનલ સાયન્સ સેન્ટર ભુજના ટિકિટ દરોમાં ઘટાડો

05 May


ભુજ-કચ્છઉદય : ગુજકોસ્ટ દ્વારા ભુજિયા ડુંગરના તળેટીમાં વિકસાવેલ રિજનલ સાયન્સ સેન્ટર ભુજ ખાતે મુલાકાતીઓ માટે ટિકિટના દરોમાં રાહત આપવામાં આવી છે, જેથી વધુને વધુ લોકો વિજ્ઞાન પ્રત્યે પ્રેરિત થાય અને કેન્દ્રની મુલાકાત લઈ શકે. હવે સુધારેલા દર મુજબ, મંગળવારથી રવિવાર સુધી વિદ્યાર્થીઓ (સંસ્થાના લેટરહેડ સાથે) માટે પ્રવેશ ફી માત્ર રૂા. ૧૦ પ્રતિ વિદ્યાર્થી તેમજ સામાન્ય મુલાકાતીઓ માટે પ્રવેશ ફી રૂા. ૨૦ રાખવામાં આવેલ છે.
આ ઉપરાંત ખાસ આકર્ષણો માટે પણ નવા દર લાગુ કરવામાં આવ્યા છે. થ્રી ડી થિયેટર, ફોર ડી સબમરીન રાઈડ અને મરીન નેવિગેશન સિમ્યુલેટર માટે ટિકિટ દર રૂ. ૫૦ રાખવામાં આવી છે. ભારતની સૌથી મોટી પબ્લિક સ્પેસ ઓબ્ઝર્વેટરીની ટિકિટના દર યથાવત છે. સામાન્ય મુલાકાતીઓ માટે રૂા. ૩૦ અને વિદ્યાર્થીઓ માટે રૂા. ૨૦ રાખેલ છે. 
શનિ, રવિવાર તેમજ જાહેર રજાઓમાં પણ આજ દર લાગુ રહેશે તેથી દરેક લોકોએ આ તકનો લાભ લઈ રિજનલ સાયન્સ સેન્ટર ભુજની મુલાકાત લેવા આહવાન કરવામાં આવે છે. 
-------

 

Comments

COMMENT / REPLY FROM