વીજતંત્ર દ્વારા રૂફ ટોપ સોલર કનેક્શન મેળવા આહવાન
ભુજ - કચ્છઉદય : પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ભુજ વર્તુળ કચેરી દ્વારા અખબારી યાદી દ્વારા રહેણાંકના ગ્રાહકોને જણાવવાનું કે,ભારત સરકારના નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા મે મહિનાને પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ સોલરના મહિના તરીકે ઉજવણી કરવા માટે જણાવવામાં આવેલ છે. તે અંતર્ગત પીજીવીસીએલના માનવંતા રહેણાંક ગ્રાહકોને પોતાના ઘર ઉપર સોલર કનેક્શન લઈ મહત્તમ રૂા. ૭૮,૦૦૦ની સબસિડી મેળવી પોતાના રહેણાંક મકાનમાં લાઈટ બીલ પોતાના વપરાશને લક્ષ્યમાં રાખી "ઝીરો" અથવા ઘટાડો કરવા તેમજ વધારાની વણવપરાયેલ યુનિટમાંથી પીજીવીસીએલને વેચાણ કરી આવક મેળવી આર્થિક સદ્ધરતા થકી રાષ્ટ્રના વિકાસને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવી રાષ્ટ્રના વિકાસમાં સહભાગી થવા આહવાન કરવામાં આવે છે. ગ્રાહકોને મે, ૨૦૨૬ના મહિનામાં વધુમાં વધુ રૂફ ટોપ સોલર કનેક્શન મેળવી સોલર મંથની ઉજવણીમાં સહભાગી થવા જણાવવામાં આવે છે.
---

Comments