Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ રેલવે મથકે મુંબઈ વિજિલન્સના દરોડા થી દોડધામ

04 May

ભારે નાણાકીય અનિયમિતતાઓ ઝડપાઈ ?ઃ કટકીખોરોમાં ફેલાયો ફફડાટ



અશિક્ષણ પરપ્રાંતીય શ્રમિકોથી નિર્ધારિત દર કરતા વધુ રકમ વસૂલાત તથા જૂની ટિકિટોના રિ-સેલિંગના મામલે તપાસ તવાઈ આવી હોવાની ચકચાર : જો કે, સ્થાનિકે ગાંધીધામ રેવલેના એસએસ અને કોમર્શિયલ મેનેજરે પ્રતિક્રીયા આપવા દર્શાવી અસમર્થતા 


ગાંધીધામઃ મુંબઈ વિજિલન્સ વિભાગ દ્વારા તાજેતરમાં તારીખ ૦૨/૦૫/૨૦૨૬ ના રોજ ગાંધીધામ રેલવે સ્ટેશનના જનરલ ટિકિટ બુકિંગ ઓફિસમાં અચાનક દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીને પગલે રેલવે તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે. પ્રાથમિક તપાસમાં ચર્ચાતી વિગતો અનુસાર તમામ બુકિંગ કાઉન્ટરો પર રોકડ રકમમાં ભારે વિસંગતતા અને અનિયમિતતાઓ જોવા મળી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, વિજિલન્સ વિભાગને લાંબા સમયથી ફરિયાદો મળી રહી હતી કે ગાંધીધામ બુકિંગ ઓફિસનો અમુક બની બેઠેલ સ્ટાફ નિર્ધારિત દર કરતા વધુ રકમ વસૂલી રહ્યો છે. ખાસ કરીને પરપ્રાંતીય શ્રમિકો, જેઓ ઓછા ભણેલા અને લાચાર હોય છે, તેમની પાસેથી ટિકિટ દીઠ વધારાના નાણાં પડાવવામાં આવતા હોવાની ફરીયાદ ઉઠવા પામી હતી. આ ઉપરાંત જૂની ટિકિટોના રિ-સેલિંગ (પુનઃ વેચાણ)ના ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા હોવાનુ મનાય છે. આ ફીરયાદ મુંબઈ રેલવે વીજિલન્સ વિભાગ સુધી પહોચતા શનિવારના રોજ અધિકારીઓની ટુકડીએ ગાંધીધામ રેલવે બુકીગ ઓફીસમાં આ સંદર્ભેની તપાસ હાથ ધરતા દોડધામ જેવી સ્થીતી મચી જવા પામી હતી. જાણકારોના મતે અહી તપાસ દરમ્યાન બુકીગમાં કેટલીક અનિયમિતાઓ સામે આવવા પામી ગઈ છે. 
મુંબઈ વિજિલન્સની ટીમે તમામ કાઉન્ટરોની એકસાથે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હોવાનુ ચર્ચાય છે. જાણકારોના મતે કેટલાક કાઉન્ટરો પર રેલવેના સત્તાવાર ચોપડે નોંધાયેલી રકમ કરતા વધારે રોકડ મળી આવી હોવાનુ કહેવાય છે. જ્યારે અમુક કાઉન્ટરો પર નિર્ધારિત રકમ કરતા ઓછી રોકડ જોવા મળી હતી. રોકડમાં આ પ્રકારનો તફાવત ગંભીર નાણાકીય ગેરરીતિ સૂચવતી હોવાનુ પણ જાણકારો કહી રહ્યા છે. રેલવે કેશમાં વધારો કે ઘટાડો એ બંને ગંભીર નાણાકીય ગુનાની શ્રેણીમાં આવે છે. હાલમાં વિજિલન્સ વિભાગ દ્વારા તપાસની પ્રક્રિયા ચાલુ છે. આ અંગેનો વિગતવાર અહેવાલ ટૂંક સમયમાં સક્ષમ અધિકારીઓને સોંપવામાં આવશે, જેના આધારે દોષિત કર્મચારીઓ અને અધિકારીઓ સામે કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવી શકે છે તેમ મનાય છે.  જો કે, બીજીતરફ આ બાબતે ગાંધીધામ રેલવે મથકના એસએસશ્રી અખિલીેશ ગુપ્તાનો સંપર્ધ સાધતા તેઓએ ક્હયુ હતુ કે તપાસ આવી હતી પરંતુ આ બાબતે અમે કંઈ પણ કહેવા અસમર્થન છીએ. તો બીજીતરફ કોમર્શિયલ મેનેજર ગાંધીધામ ડીવીઝનના શ્રી વિશ્વેન્દ્રજીની સાથે વાતચીતનો પ્રયાસ તેમના ફોનની ઘંટડીઓ રણકતી
 જ રહી હોવાથી વિફળ નીવડયો હતો. જયારે અમદાવાદ રેવલે પીઆરઓની સાથે આ સંદર્ભે વાતચીત તેમને ફોન ઉપાડવાની તસ્દી ન લેતા થવા પામી ન હતી.


......................

ઉચ્ચ અધિકારીઓની સંડોવણીની શંકા?

ગાંધીધામ : સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી છે કે આ સમગ્ર કૌભાંડમાં માત્ર સ્ટાફ જ નહીં, પરંતુ અન્ય અધિકારીર્ઓની પણ કથિત સંડોવણી હોઈ શકે છે. તેમના માર્ગદર્શન હેઠળ જ સ્ટાફ ગરીબ શ્રમિકો પાસેથી વધારાના પૈસા વસૂલતો હોવાની આશંકા છે. શ્રમિકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને આ સિન્ડિકેટ લાંબા સમયથી કાર્યરત હોવાનું પણ મનાય છે. જો કડક અને તટસ્થ તપાસ થશે તો ઘણું બધુ બહર આવવા પામી શકે તેમ મનાય છે. 

 

Comments

COMMENT / REPLY FROM