Trending News
સ્થાનિક સમાચાર

સાડાઉ - ગુંદાલા રોડ પર કાર ચાલકે બાઈકને ઉડાવતા યુવાનનું મોત 

02 May

રાતના સમયે હતભાગી બાઈક સરખું કરતો હતો ત્યારે બન્યો બનાવ 

મુન્દ્રા - કચ્છ ઉદય : તાલુકાના સાડાઉ - ગુંદાલા રોડ પર રાત્રિના સવા દસ વાગ્યાના અરસામાં અકસ્માતનો બનાવ બન્યો હતો. યુવાનની બાઈક બંધ પડી જતા તે રીપેર કરતો હતો ત્યારે ધસમસતી આવેલી કારે ટક્કર મારતા મોત થયું હતું. આ બનાવથી અરેરાટી ફેલાઈ હતી. ફરિયાદી નાના કપાયામાં રહેતા નાગશી ખમુભાઈ પાતાળિયાના જણાવ્યા પ્રમાણે હતભાગી ર૩ વર્ષિય મુન્દ્રા વાડી વિસ્તારમાં રહેતા અશ્વિન નાગશી પાતાળિયા રોડની સાઈડમાં પોતાની બંધ બાઈક સરખી કરતો હતો ત્યારે કોઈ અજાણી કારના ચાલકે ટક્કર મારતા ગંભીર ઈજાઓના કારણે મોત થયું હતું. જેને પગલે અરેરાટી ફેલાઈ હતી. બનાવ અંગે મુન્દ્રા મરીન પોલીસે ગુનો દાખલ કર્યો છે. 

Comments

COMMENT / REPLY FROM