ભીરંડિયારા ગામની સીમમાં ગાયનું કત્તલ કરનારા ચાર શખ્સો પકડાયા
ભુજ - કચ્છ ઉદય : તાલકુાના ભીરંડિયારા ગામની સીમમાં ગેરકાયદે રીતે ગાયનું કત્તલ કરવામાં આવ્યો હોવાની બાતમી આધારે સ્થાનિક ધોરડો પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. જેમાં એક શખ્સ ૧ર કિલો ગૌમાંસ અને હત્યા માટે વપરાયેલા છરા, કૂહાડી તેમજ રસ્સી સાથે ઝડપાયો હતો. આ ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓને પણ ધોરડો પોલીસે ઝડપી લીધા હતા. ધોરડો પોલીસે ભીરંડિયારાની જુણા વાંઢમાં રહેતા રહીમના અબ્દુલ્લા રાયશી, મુબારક વાંઢના આમદ વલી રાયશી, રેઢારવાંઢના અલાવરેયા હૈદર રાયશી અને ખમીશા ભચલ રાયશીને ઝડપી લીધા હતા. તમામ સામે ધોરડો પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ધોરડોના મહિલા પીઆઈ ટી.ડી. ચૂડાસમાના માર્ગદર્શનમાં આ કામગીરી કરવામાં આવી હતી.

Comments