Trending News
સ્થાનિક સમાચાર

ગઢશીશામાં છરીના ઘા ઝીંકી યુવાનની કરપીણ હત્યા

02 May


આજે સવારે બની ઘટના : આરોપીને પકડવા માટે કવાયત હાથ ધરાઈ 

ભુજ- કચ્છઉદય : માંડવી તાલુકાના ગઢશીશા ગામમાં પોલીસ સ્ટેશનની નજીકના વિસ્તારમાં ૩૫ વર્ષીય યુવાનની હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.પોલીસ સ્ટેશનમાંથી મળતી પ્રાથમીક માહિતી મુજબ, ગઢસીસામાં રહેતા આદિલ આદમ ખલીફા નામના યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી છે. કોઈ જૂની અદાવત કે સંબંધોની શંકા રાખીને ગુનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતા જ ગઢસીસા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે આ મામલે વિધિવત ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી છે. પોલીસ ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીઓના સગડ મેળવી રહી છે. હાલમાં યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.આ બનાવથી ચકચાર ફેલાઈ હતી. 
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં નખત્રાણા તાલુકાના કોટડા (જડોદર)માં મજૂરીના ર૪૦૦ રૂપિયા બાબતે શ્રમિકની હત્યા કરવામાં આવી હતી. પશ્ચિમ કચ્છ જિલ્લામાં નાની નાની બાબતોએ હિંસક હુમલા, મારામારી અને હત્યાના બનાવો વધી રહ્યા છે, જે ચિંતાજનક બાબત છે. 

Comments

COMMENT / REPLY FROM