ભુજ પાસેથી નાપાક આતંકી કાંડનો પર્દાફાશ :ISIS કડી ધરાવતો શખ્સ દબોચાયો : અનેક કડાકા-ભડાકા ની વકી !
ભુજમાંથીISISની વિચારધારા ફેલાવતો શંકાસ્પદ આતંકી ઝડપાયો : ૪ વર્ષથી કરતો હતો ઉશ્કેરણીજનક પોસ્ટ
પશ્ચીમ કચ્છ પોલીસની મોટી કાર્યવાહી : પદ્વર પોલીસ મથકે નોધાયો ગુનો : લોડાઈ ગામનો શખ્સ ઝડપાયો : સમગ્ર મામલાની આગળની તપાસ એસઓજીએ હાથ ધરી
ભુજઃ પશ્ચિમ કચ્છ પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ને એક મોટી સફળતા મળી છે. ભુજના લોડાઈ વિસ્તારમાંથી ફકીરમામદ ગગડા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સ છેલ્લા ચાર વર્ષથી સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રતિબંધિત આતંકી સંગઠન ISIS (ઇસ્લામિક સ્ટેટ) ની કટ્ટરપંથી વિચારધારાનો પ્રચાર-પ્રસાર કરતો હોવાનું બહાર આવ્યું છે. પશ્ચિમ કચ્છ પોલીસ તંત્ર દ્વરા અપાયેલી પ્રાથમિક માહીતી અનુસાર આ શખ્સનુ નામ ફકીર મામદ ગગડા છે જે લડાઈ, ભુજનો રહેવાસી છે. તેની ધરપકડ કરી અને તેની સામે સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ્સ મૂકવી અને આતંકી સંગઠનની વિચારધારા ફેલાવવી સબબનો ગુનો દાખલ કરવામા આવ્યો છે. પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ પણ તપાસ તેજ હતી અને તેમની ટીમ દ્વારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ઝડપાયેલ આરોપી લાંબા સમયથી ડિજિટલ પ્લેટફોર્મ પર યુવાનોને ગેરમાર્ગે દોરવા અને અશાંતિ ફેલાવવા માટે સક્રિય હતો.કચ્છ એક સંવેદનશીલ સરહદી જિલ્લો હોવાથી, પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISIS અને અન્ય આતંકી સંગઠનો અહીં પગપેસારો કરવા સતત પ્રયત્નશીલ રહે છે. અગાઉ પણ જાસૂસી અને નાપાક પ્રવૃત્તિઓના કિસ્સાઓ અહીં પ્રકાશમાં આવતા રહ્યા છે. હાલમાં ર્જીંય્ અને અન્ય એજન્સીઓ એ તપાસ કરી રહી છે કે ફકીર મહંમદ સાથે અન્ય કેટલા લોકો જોડાયેલા છે અને શું તે કોઈ મોટા આતંકી ષડયંત્રનો ભાગ હતો કે કેમ. તેના મોબાઈલ અને લેપટોપને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે.આગામી દિવસોમાં પોલીસ પૂછપરછ દરમિયાન ફકીર મામદના આતંકી કનેક્શન અને તેના સાથીદારો અંગે ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે. પશ્ચિમ કચ્છ પોલીસની ટીમો વિવિધ દિશાઓમાં કડીઓ જોડી રહી છે.
..................
પોલીસની સતર્કતાઃ પશ્ચિમ કચ્છ
એસ.પી. વિકાસ સુંડાની ટિમને અભિનંદન
કચ્છ પોલીસની આ સફળતા માત્ર એક ધરપકડ નથી, પરંતુ રાષ્ટ્રવિરોધી વિચારધારા ફેલાવનારાઓ માટે કડક સંદેશ છે
ગાંધીધામ : સરહદી જિલ્લામાં શાંતિ અને સુરક્ષા જાળવી રાખવા માટે પશ્ચિમ કચ્છ એસ.પી. વિકાસ સુંડા અને તેમની સમગ્ર ટીમની કામગીરી કાબિલેદાદ રહી છે. આ ઓપરેશન પોલીસની ઊંડી સૂઝબૂઝ અને મજબૂત ઇન્ટેલિજન્સ નેટવર્કનું પરિણામ છે.
ઝીણવટભરી દેખરેખઃ સોશિયલ મીડિયાના અફાટ સમુદ્રમાં રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓને ટ્રેક કરી આરોપી સુધી પહોંચવું એ ટીમની ટેકનિકલ ક્ષમતા દર્શાવે છે. ત્વરિત કાર્યવાહીઃ શંકાસ્પદ હિલચાલ માલૂમ પડતા જ વિલંબ કર્યા વગર આરોપીની ધરપકડ કરી સંભવિત ખતરાને ટાળવામાં સફળતા મળી છે. લોક સુરક્ષાનો સંકલ્પઃ એસ.પી. વિકાસ સુંડાના નેતૃત્વમાં ર્જીંય્ અને સ્થાનિક પોલીસના સંકલનથી કચ્છની જનતામાં સુરક્ષાનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે. દેશદાઝનું ઉદાહરણઃ રાત-દિવસ જોયા વગર સરહદી સંવેદનશીલતાને સમજીને દેશવિરોધી તત્વોને નેસ્તનાબૂદ કરવાની આ કામગીરી પ્રશંસનીય છે.
.........................
કચ્છમાં નાપાક કાવતરાઓના સમયાંતરે થતા રહ્યા છે ભાંડાફોળ..!
૧. કચ્છની ભૌગોલિક સ્થિતિને કારણે તે હંમેશા રડારમાં રહ્યું છે. તાજેતરમાં પકડાયેલા શખ્સો અને પ્રવૃત્તિઓ પર એક નજરઃ
ર.કટ્ટરપંથી મોડ્યુલઃ અગાઉ પણ કચ્છમાંથી ISIS અને અન્ય સંગઠનો સાથે લિંક ધરાવતા શખ્સોની ATS દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
૩.ડિજિટલ જાસૂસીઃ પાકિસ્તાની હેન્ડલર્સ દ્વારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને કચ્છની લશ્કરી વિગતો મેળવવાના પ્રયાસો અગાઉ પકડાયા છે.
૪.હનીટ્રેપ અને જાસૂસીઃ સેનાના જવાનો કે સ્થાનિકોને જાળમાં ફસાવી જાસૂસી કરાવતા એકાઉન્ટ્સનો પર્દાફાશ સમયાંતરે થતો રહ્યો છે.
પ. દરિયાઈ અને જમીની સરહદઃ કચ્છના ક્રિક વિસ્તાર અને રણ વિસ્તારમાં સતત પેટ્રોલીંગ અને ડ્રોન દ્વારા થતી જાસૂસી સામે સુરક્ષા દળો સતર્ક છે.
............................
ISIS ની વિચારધારા ફેલાવી જેહાદ માટે ઉશ્કેરણી કરતો શખ્સ લોડાઈથી ઝડપાયો
સોશિયલ મીડિયા પર દેશવિરોધી પોસ્ટ મૂકનાર ફકિરમામદ ગગડાને એસઓજીએ પકડી પદ્ધર પોલીસમાં ગુનો નોંધાવ્યો
ભુજ - કચ્છ ઉદય : પશ્ચિમ કચ્છ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ મોટી સફળતા મેળવતા ભુજ તાલુકાના લોડાઈ ગામેથી આતંકવાદી સંગઠન આઈએસઆઈએસની વિચારધારાનો પ્રચાર કરતા અને સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકનાર ૩૨ વર્ષીય યુવકને ઝડપી પાડ્યો છે. આરોપી વિરુદ્ધ પધ્ધર પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સરહદી રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાએ દેશવિરોધી અને કટ્ટરવાદી માનસિકતા ધરાવતા તત્વો પર કડક વોચ રાખવાની સૂચના આપી હતી. જે અંતર્ગત એસઓજી પીઆઈ એ.ડી. પરમાર અને એમ.આર. શકોરીયાની ટીમ તપાસમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે લોડાઈનો ફકિરમામદ ઇશા ગગડા નામનો શખ્સ શંકાસ્પદ પ્રવૃત્તિ કરી રહ્યો છે. પોલીસે જ્યારે શખ્સની અટકાયત કરી તેના મોબાઈલ ફોન તપાસ્યા ત્યારે જાણવા મળ્યું હતું કે તેણે અલગ-અલગ નામે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યા હતા. આ એકાઉન્ટ્સ પરથી તે આતંકવાદી સંગઠન આઈએસઆઈએસનની આઈડિયોલોજી ફોલો કરતો હતો. ઇસ્લામિક યુદ્ધ, ખિલાફત અને જેહાદ માટે લોકોને ઉશ્કેરતા વીડિયો અને લખાણ પોસ્ટ કરતો હતો. ભારત દેશના સાર્વભૌમત્વ અને એકતાને જોખમમાં મૂકતી પોસ્ટ શેર કરી લોકોને ગેરમાર્ગે દોરતો હતો. આરોપી ફકિરમામદ ગગડા વિરુદ્ધ પધ્ધર પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ ઓપરેશનમાં એસઓજીના પીઆઈ એ.ડી. પરમાર, એમ.આર. શકોરીયા, પીએસઆઈ ડી.બી. વાઘેલા, આર.એલ. ચૌધરી, ટી.બી. રબારી સહિતના સ્ટાફે મહત્વની કામગીરી બજાવી હતી.
............................
હવે એજન્સીઓ કરે આ બાબતોની તપાસ.!
ભુજમાંથી ઝડપાયેલા ફકીર મહંમદ ઉર્ફે ‘ફકીર મામદ’ની ધરપકડ બાદ હવે પોલીસ તપાસનો દોર તેના સંપર્કો તરફ વળ્યો છે. ચાર વર્ષ જેટલા લાંબા સમયથી આતંકી વિચારધારા ફેલાવતો આ શખ્સ માત્ર સોશિયલ મીડિયા પૂરતો સીમિત હતો કે કોઈ મોટા નેટવર્કનો હિસ્સો, તે અંગે મોટા ખુલાસા થવાની શક્યતા છે.ડિજિટલ ફૂટપ્રિન્ટઃ આરોપીના મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની ઊંડી તપાસ ચાલી રહી છે. તે વિદેશમાં બેઠેલા કયા આકાઓના સંપર્કમાં હતો અને તેને સૂચનાઓ ક્યાંથી મળતી હતી.સ્થાનિક સંપર્કોની શોધ : કચ્છ કે રાજ્યના અન્ય ભાગોમાં તેણે કેટલા યુવાનોને આ ઝેરી વિચારધારાથી પ્રભાવિત કર્યા છે? તેના સંપર્કમાં રહેલા અન્ય શંકાસ્પદ શખ્સો કોણ છે? સ્લીપર સેલની શંકાઃ શું ફકીર મામા કોઈ ‘સ્લીપર સેલ’ તરીકે કાર્યરત હતો. તેના દ્વારા કોઈ લોજિસ્ટિક મદદ કે રેકી કરવામાં આવી છે કે કેમ તે અંગે એજન્સીઓ પૂછપરછ કરી રહી છે.નાણાકીય વ્યવહારોઃ આ પ્રવૃત્તિ માટે તેને કોઈ આર્થિક મદદ મળતી હતી. તેના બેંક એકાઉન્ટ્સ અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પર પણ પોલીસ નજર રાખી રહી છે.

Comments