Trending News
સ્થાનિક સમાચાર

આરટીઓ ભુજ દ્વારા પસંદગીના ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝનું રી-ઓક્શન કરાશે

01 May



ભુજ - કચ્છઉદય : પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની અખબારી યાદી મુજબ ટુ-વ્હીલર, એલએમવી કાર અને ટ્રાન્સપોર્ટ વાહનો, થ્રી વ્હીલર પેસેન્જર વાહનો, સ્પેશિયલ વ્હીકલ / કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટ વાહનોમાં અગાઉની બાકી રહેલા ગોલ્ડન, સિલ્વર નંબરોનું રી-ઓક્શન શરૂ કરવામાં આવનારું છે. ઓનલાઇન અરજી ૧૨-૫ના સાંજે ૪ કલાકેથી ૧૪-૫ના સાંજે ૪ કલાક સુધી રહેશે. ઇ-ઓક્શનની શરૂઆત તા. ૧૪-૫ના સાંજે ૪ કલાક સુધી, ઇ-ઓક્શન સમાપ્ત તા. ૧૬-૫ના સાંજે ૪ કલાક સુધી કરવામાં આવશે. સુવર્ણ-ગોલ્ડન નંબર ફીના દર ટુ- વ્હીલરના ૮૦૦૦, અન્ય વાહનોના રૂ.૪૦૦૦૦, રજત-સીલ્વર નંબર ફીના દર ટુ-વ્હીલરના ૩૫૦૦ તથા અન્ય વાહનો માટે રૂ.૧૫૦૦૦ રહેશે. પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવીને પસંદગીના નંબર મેળવવા અરજી કરવાની રહેશે.
------

Comments

COMMENT / REPLY FROM