એલએલડીસીના રિસર્ચ બંસરી સોનીની “ઇમ્પાર્ટ એન્ડ નલ્લી ફલોશિપ” માટે પસંદગી
“અસલ ડ્પ્સ” પ્રોજક્ટ દ્વારા વસ્ત્ર પરપરાના સંશોધન પર કાર્ય કરશે
ભુજ - કચ્છઉદય : કુકમા ગામની રહેવાસી અને હસ્તકલા સંશોધક બંસરી સોનીની પ્રતિષ્ઠિત “ઇમ્પાર્ટ એન્ડ નલ્લી ફેલોશિપ” માટે પસંદગી કરવામાં આવી છે. ૨૦રપ-૨૭ સમયગાળા માટે આ ફેલોશિપ હેઠળ ૪ પ્રોજેક્ટ પસંદ કરવામાં આવ્યા છે, જેમાં “અસલ ડ્રપ્સ” તેમનો એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે. ફેલોશિપ માટે વિશ્વભરમાંથી ૨૦૦થી વધુ ઉમેદવારોએ અરજી કરી હતી. ફેલોશિપ એક વર્ષના સમયગાળાની છે અને તેમાં રૂ. પ.પ લાખની ગ્રાન્ટ આપવામાં આવે છે, જે સંશોધન અને દસ્તાવેજીકરણના કાર્યને પ્રોત્સાહિત કરે છે.
બંસરી સોની ફેલોશિપ અંતર્ગત “અસલ ડ્રેપ્સ” નામના પોતાના સંશોધન પ્રોજેક્ટ પર કાર્ય કરશે. પ્રોજેક્ટ કચ્છની પરંપરાગત વસ્ત્ર પરંપરાને માત્ર પહેરવેશ તરીકે નહીં, પરંતુ એક જીવંત સાંસ્કૃતિક વારસા તરીકે સમજવાનો પ્રયાસ છે. તેમાં કચ્છના વિવિધ સમુદાયોમાં પુરુષો દ્વારા પહેરવામાં આવતા ધોતિયા કે પોત વસ્ત્રને કેન્દ્રમાં રાખીને સમુદાયો અનુસાર અણસિવાયેલા વસ્ત્રો બાંધવાની શૈલીઓ, તેમાં પ્રસંગો અનુસાર થતા ફેરફારો અને તેની પાછળ રહેલા સામાજિક સંકેતોનું સંશોધન અને અભ્યાસ કરવાનો છે. સંશોધનનો મુખ્ય હેતુ લુપ્ત થતા પરંપરાગત જ્ઞાનને સંવેદનશીલ રીતે સંકલિત કરી, ભવિષ્ય માટે સંરક્ષિત કરવાનો અને તેને વ્યાપક સ્તરે અર્થ પૂર્ણ રીતે રજૂ કરવાનો છે.
બંસરી સોની છેલ્લા આઠ વર્ષથી શ્રુજન ટ્રસ્ટના લિવિંગ એન્ડ લનિંગ ડિઝાઇન સેન્ટર (એલએલડીસી) અજરખપુર સાથે રિસર્ચર તરીકે રિસર્ચ વિભાગ સાથે સંકળાયેલા રહી, કચ્છના ગ્રામ્ય હસ્તકલા સમુદાયો સાથે કામ કરી રહ્યા છે. તેઓએ અત્યાર સુધી કચ્છના ૩૫૦થી વધુ ગામોમાં સંશોધન અને અભ્યાસ કરીને સોઢા, જાડેજા, રબારી, મૂતવા સહિતના સમુદાયોના પરંપરાગત ભરતકામ, વસ્ત્રો, જીવનશૈલી અને મૌખિક વારસાનું દસ્તાવેજીકરણ કર્યું છે.
બંસરી સોની પ્રાગમહેલ આર્કાઇવ, ભુજ સાથે સ્વૈચ્છિક રીતે જોડાયેલા રહી, કચ્છ ડેટા બેંકના નિર્માણમાં યોગદાન આપી રહ્યા છે. તદઉપરાંત, તેઓ કુકમા સ્થિત મૈત્રી ભાવ ગ્રુપ સાથે પર્યાવરણ આધારિત પ્રવૃત્તિઓમાં પણ સક્રિય છે. તેમણે ઇતિહાસમાં સ્નાતક અને જાહેર વહીવટમાં અનુસ્નાતક અભ્યાસ પૂર્ણ કર્યા છે. સિદ્ધિ બદલ તેમના પરિવારજનો, સહકર્મીઓ તેમજ હસ્તકલા સમુદાયોમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરવામાં આવી છે.
શ્રુજન એલ.એલ.ડી.સી. ક્રાફ્ટ મ્યુઝિયમમાં કાર્ય કરતાં કર્મચારી સ્ટાફ મિત્રોને એલ.એલ.ડી.સી. દ્વારા સમય સમયે ભારત અને વિદેશના જાણીતા ટ્રેન્સ અને એક્સપર્ટસ દ્વારા વિવિધ ટ્રેનિંગ આપવામાં આવે છે. જરૂર જણાય તે મ્યુઝિયમ્સ કે સ્થળોની એક્સપોઝર ટુર આપવામાં આવે છે. વર્ષભર દરમિયાન અત્રે યોજાતા કે અન્યતત્રે યોજાતા સેમિનારો, પરિસંવાદો કે વર્કશોપમાં પણ મોકલવામાં આવે છે, કે જેથી અહીં કાર્ય કરતાં વ્યક્તિત્વનું યોગ્ય ઘડતર થાય અને તેઓ જુદા-જુદા ક્ષેત્રેઆગળ વધી શકે અને પ્રગતિ કરી શકે. જેના ભાગરૂપે ઘણા બધાં સ્ટાફ મિત્રો પણ વિવિધ ક્ષેત્રે ઝળકી રહ્યા છે અને કચ્છ તેમજ કલાત્મક ક્ષેત્રે આગળ વધી રહ્યા છે.
------

Comments