ગાંધીધામ અને ભુજમાં એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ અંગે સેમિનાર
ભુજ - કચ્છઉદય : ટેકનીકલ શિક્ષણ કમિશ્નર કચેરી, ગુજરાત રાજ્ય અંતર્ગત એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૬ - ૨૭ માટે ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ પછીના ડિગ્રી એન્જિનિયરિંગ / ડિગ્રી-ડીપ્લોમા ફાર્મસી / બેચલર ઓફ આર્કિટેક્ચર / હોટલ અને ટુરીઝમ મેનેજમેન્ટ જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે અનુસરવામાં આવતી સમગ્ર ઓનલાઈન પ્રવેશ પ્રકિયા માટે અવેરનેસ સેમિનારનું આયોજન એડમિશન કમિટી, અમદાવાદના તજજ્ઞો તેમજ ભુજ એસીપીસીના નોડલ ઓફિસર તા. ૨-૫ શનિવારના બપોરે ૪ઃ૩૦ કલાકે ગાંધીધામ તોલાની ફાઉન્ડેશન ગાંધીધામ પોલિટેકનિક, એવી થીયેટર, વોર્ડ રએ, રેલ્વે સ્ટેશન પાસે, આદિપુર, ગાંધીધામ - ૩૭૦૨૦૫ અને તા. ૩-૫ના (રવિવાર) સવારે ૧૧ કલાકે ભુજ લસી સેમિનાર હોલ, સરકારી ઇજનેરી કોલેજ, ઉમાનગર પાસે, નવી રાવલવાડી રીલોકેશન સાઈટ, મિરઝાપર રોડ, ભુજ - ૩૭૦૦૦૧ ખાતે જિલ્લાની તમામ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની ગુજરાત બોર્ડ/ સી.બી.એસ.સી. બોર્ડ/ આઈ.એસ.સી. બોર્ડ તથા અન્ય માન્ય બોર્ડની તમામ સ્કૂલોના તમામ વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થીત રહે તેવો આગ્રહ છે.
-----

Comments