Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં ધરા ધ્રૂજી : ભચાઉ પંથકમાં ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો 

01 May


સીસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી ૧૫ કિમી દૂર નોંધાયું

ભુજ - કચ્છઉદય : ભૂકંપના અત્યંત સંવેદનશીલ ગણાતા ઝોન ૬ માં સમાવિષ્ટ કચ્છ જિલ્લામાં ફરી એકવાર ભૂગર્ભીય હલચલ જોવા મળી છે. આજે બપોરે ભચાઉ અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપનો એક હળવો આંચકો અનુભવાયો હતો, જેના કારણે સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સીસ્મોલોજી રિસર્ચના રિપોર્ટ અનુસાર, બપોરે ૧૨ઃ૦૫ કલાકે આ આંચકો રેકોર્ડ કરવામાં આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ૨.૯ મેગ્નીટ્યુડની માપવામાં આવી છે.
આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી અંદાજે ૧૫ કિલોમીટર દૂર પૂર્વ-દક્ષિણ દિશામાં ૨૦.૩૦૬ અક્ષાંશ અને ૭૦.૪૦૧ રેખાંશ પર સ્થિત હતું. નોંધનીય છે કે આ ભૂકંપ જમીનથી ૧૫ કિલોમીટરની ઊંડાઈએ ઉદ્ભવ્યો હતો. કચ્છ જિલ્લો ભૂસ્તરશાસ્ત્રીય દ્રષ્ટિએ ખૂબ જ સક્રિય હોવાથી અહીં સમયાંતરે નાના-મોટા આંચકા આવતા રહે છે, જોકે આજના આ આંચકાથી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી. 

Comments

COMMENT / REPLY FROM