Trending News
સ્થાનિક સમાચાર

મોદીજીની દિર્ઘ દ્રષ્ટીથી આજે કચ્છનું રણ વિશ્વ પ્રવાસનનું તોરણ બન્યું છે : ભુપેન્દ્રભાઈ પટેલ

01 May



દરેક જિલ્લાની સ્થાનિક શકિત-ક્ષમતાને જોઈને વિકાસ કરવાનો પ્લાન રાજય સરકારે બનાવેલ છે : છ અલગ અલગ ક્ષેત્રોમાં ઝોન બનાવીને ફોકસ કરાશે : કચ્છમાં ગ્રીન હાઈડ્રોજન-મીનરલ પ્રોસેસીંગ, ટુરીઝન, ટ્રાન્સપોર્ટેશન, લોજીસ્ટીક જેવા ક્ષેત્રોમાં વધુ વિકાસની સંભાવનાઓ છે : સીએમશ્રી

ગુજરાત આજે દેશના વિકાસનું રોલમોડેલ છે : સુરત વાયબ્રનટ્‌ સમિટમાં રાજયનાસીએમએ કર્યો ઉદગાર : નરેન્દ્રભાઈએ કચ્છની સરહદ સુધી નર્મદા જળ પહોચાડયું છે


સુરત : આજ રોજ સુરત મધ્યે રીજીયોનલ વાયબ્રન્ટ સમિટના કાર્યક્રમમા રાજયના મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઉદબોધન કરતા કહ્યું હતુ કે, આજથી સાઠા છ દાયકા પહેલા મુંબઈમાથી ગુજરાત અલગ રાજય તરીકે અસ્તિત્વમાં આવ્યુ ત્યારે રણ-દરિયો-ડુંગર ધરાવતો આ રાજય શું પ્રગતિ કરશે? પણ મોદીજીના નેતૃત્વમાં એ ગુજરાત આજે સેમીકન્ડકટર મેન્યુ. હબ સાથે દેશના વીકાસનું રોલમોડેલ બન્યું છે.રાજયમાં ર૪ કલાક વિજળી, નર્મદાજળ મોદીજીએ કચ્છ સુધી પહોચાડયુ, કચ્છનું રણ આજે વિશ્વ પ્રવાસનનું તોરણ બન્યુ છે, તે વિશ્વ પ્રવાસનના પર્યાય બન્યા છે. ઐતિહાસીક કાળથી ગુજરાતના બંદરો વિશ્વ વેપારના કેન્દ્રો રહ્યા છે.વાયબ્રન્ટ ગુજરાત સમિટ નરેન્દ્રભાઈની દુરંદેશીને આભારી છે.સીએમ ભુપેન્દ્રભાઈએ ગુજરાતમાં ખેતી, વિજળી, પાણી, શિક્ષણ, આરોગ્ય, માળખાગત સુવિધાઓ,મેન્યુફેકચરીંગ તથા સર્વિસ સેકટરમાં મોખરે હોવાની વાત કરી હતી. તેઓએ કહ્યુ કે મોદીજીના માર્ગદર્શનથી ગુજરાતમાં સ્થિર વિકાસ થવા પામી રહ્યો છે.મોદીજીએ જિલ્લાઓની ક્ષમતાને વિશ્વ કક્ષાએ પ્લેટફોર્મ આપવા માટે વાયબ્રન્ટ ગુજરાત સમિટનો નવતર વિચાર આપ્યો છે.ઉત્તર-ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં યોજાયેલી સમીટમાં નવ લાખ કરોડ જેટલા રોકાણ થવા પામ્યા છે. ગુજરાત આજે વિશ્વકક્ષાએ સ્પર્ધા કરવા સક્ષમ બન્યા છે. સુરત દેશના આર્થિક ગતીવીધીઓનું મોટુ કેન્દ્ર બને તે મોદીજીનું સ્વપ્ન છે અને તેને લઈને વિકાસકામો પણ પુરજોશમાં થવા પામી રહ્યા છે.ર૦૪૭ સુધીમાં વિકસીત ભારતના વડાપ્રધાને આપેલા લક્ષ્યાંક માટે ગુજરાતે પણ રોડમેપ તૈયાર કર્યો છે. જેમાં સૌનો સાથ સોન વીકાસના સુત્રને વળી રહીને આગેકદમ કરી રહ્યા છીએ. દેશની નિકાસમા ગુજરાતનો હિસ્સો ૪૦ ટકા કરવાનું લક્ષ્યાંક સેટ કરાયું છે. ગુજરાતને સમૃદ્ધ અર્થતંત્ર તરીકે વિકસાવવા રોજગાર પર ધ્યાન અપાઈ રહ્યુ છે. છ ઈકોનોકી રિઝન પ્લાન તૈયાર કર્યા છે.

Comments

COMMENT / REPLY FROM