Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામના ભારતનગરમાં મંડપના ગોડાઉનમાં લાગેલી આગ પર કાબૂ મેળવાયો 

01 May



ગાંધીધામ : શહેરના ભારતનગર વિસ્તારમાં બનેલા આગના બનાવમાં ફાયર ફાઈટરોને સફળતા મળી છે. આશાપુરા મંદિર પાછળ આવેલા હેનીલ મંડપના ગોડાઉનમાં લાગેલી આગને ફાયર બ્રિગેડની ટીમોએ ભારે જહેમત બાદ કાબૂમાં લઈ લીધી છે. ભારતનગર સ્થિત મંડપના ગોડાઉનમાં ગોડાઉનમાં આજે સવારે પાંચ વાગ્યાના અરસામાં અચાનક આગ ફાટી નીકળી હતી. ગોડાઉનમાં કાપડ, લાકડું અને મંડપનો અન્ય જ્વલનશીલ સામાન મોટા જથ્થામાં સંગ્રહિત હોવાથી આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આકાશમાં ધુમાડાના કાળા ગોટેગોટા દેખાતા આસપાસના રહિશોમાં ફાળ પડી હતી અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. કલાકો સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ આગને વધુ ફેલાતી અટકાવવામાં આવી હતી અને હવે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો છે. હાલમાં કુલિંગ પ્રોસેસ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. આગમાં મંડપનો કિંમતી સામાન બળીને ખાખ થઈ જતાં માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન છે. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી,આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા સેવાઈ રહી છે. 

Comments

COMMENT / REPLY FROM